Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મેયર કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવી હિટલરશાહી છતી કરીઃ મહેશ રાજપુત

કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કાનુની લડાઇ મંડાશે

રાજકોટ તા. ૧૬ : કોંગ્રેસના બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા સેક્રેટરીએ કરેલી ભલામણને શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ રાજપુતે શાશક પક્ષ ભાજપની હીટલરશાહી માનસિકતા ગણાવી છે.

આ અંગે પ્રત્‍યાઘાતો આપતા મહેશ રાજપુતે જણાવેલ કે મેયર બીનાબેન આચાર્યએ ભાજપના અગાઉના લોકપ્રિય મેયર સ્‍વ.અરવિંદભાઇ મણીયારની લોકશાહી ભરી કાર્ય પ્રણાલીને લાંછન લાગે તેવું  કૃત્‍ય કર્યું  છે કેમ કે  સ્‍વ.અરવિંદભાઇએ વિપક્ષી કોર્પોરેટરોને સતત ત્રણ-ત્રણ  દિવસ ચર્ચા કરવા દીધી છે.

જયારે વર્તમાન મેયર બીનાબેન આચાર્યએ જનરલ બોર્ડમાં હાજર રહેલા વિપક્ષી કોર્પોરેટરોની ગેરહાજરી પુરાવી અને સેક્રેટરી પાસેથી હાજરીનું રજીસ્‍ટર કબ્‍જે કરી ભાજપની હીટલરશાહી માનસિકતા છતી કરી છ.ે

અંતમાં મહેશ રાજપુતે જણાવેલ છે કે કોંગ્રેસના બંને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાની નોટીસ  મળ્‍યા બાદ કાનુની માગદર્શન હેઠળ કોંગ્રેસ આ મુ્‌દે કાનુની લડાઇ પણ આપશે.

(3:41 pm IST)