Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

બ્‍લાઉઝ માત્ર સાડી સાથે નહિ જીન્‍સ-સ્‍કર્ટ સાથે પણ પહેરી શકાયઃ ફેશન ડિઝાઇનર વૈશાલી શાહ

અમારે ફેશન સાથે સાડીનું ચલણ જાળવી રાખવું છેઃ નવરાત્રી માટે મોટો ખજાનોઃ પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ : વૈશાલી શાહના ‘જસ્‍ટ બ્‍લાઉઝીઝ'ના છઠ્ઠા સ્‍ટોરનો રાજકોટના અમીન માર્ગ પર ટીવી સ્‍ટાર કિશ્વર મર્ચન્‍ટ, બોલીવૂડ અભિનેત્રી-મોડેલ મુસ્‍કાન ખુબચંદાણી અને મિસીસ યુનિવર્સ શિલ્‍પા અગરવાલના હસ્‍તે પ્રારંભ

તસ્‍વીરમાં ફેશન ડિઝાઇનર વૈશાલી શાહ (માઇક સાથે) બાજુમાં અભિનેત્રી મુસ્‍કાન ખુબચંદાણી, મિસીસ યુનિવર્સ લવલી શિલ્‍પા અગરવાલ અને ટીવીસ્‍ટાર કિશ્વર મર્ચન્‍ટ જોઇ શકાય છે. નીચે કિશ્વર લાક્ષણિક અદામાં દેખાય છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા-આલેખનઃ ભાવેશ કુકડીયા)

રાજકોટ તા. ૧૬: બ્‍લાઉઝ...એટલે માત્ર સાડી સાથે જ પહેરી શકાય તેવું વષા, આવી માન્‍યતા સામાન્‍ય રીતે બંધાયલી છે. પરંતુ ગાંધીધામ કચ્‍છમાં જન્‍મેલા અને ભારતીય પારંપરિક ફેશન જગતમાં ઝડપથી જેનું નામ ઉપસી રહ્યું છે અને ટીવી સિરીયલોની અભિનેત્રીઓમાં જેણે પોતાના કામ થકી આગવી ઓળખ જમાવી લીધી છે તેવા ફેશન ડિઝાઇનર વૈશાલી શાહ કહે છે કે બ્‍લાઉઝ માત્ર સાડી સાથે જ નહિ, જીન્‍સ, સ્‍કર્ટ સહિતની સાથે પણ પહેરી શકાય છે. માત્ર ગૃહિણીઓ જ નહિ કિશોરીઓ અને યુવતિઓ પણ પહેરી શકે એવા બ્‍લાઉઝની અવનવી વેરાયટી અમારી પાસે છે. વૈશાલી શાહના જસ્‍ટ બ્‍લાઉઝીઝ'ના છઠ્ઠા સ્‍ટોરનો રાજકોટમાં અમીન માર્ગ પર  ગંગા હોલ સામે હોલીડે કોર્પોરેટ સ્‍ક્‍વેર શોપ નં. ૧ ખાતે આજે પ્રારંભ થયો છે. ટીવીના ખુબ જ જાણીતા અભિનેત્રી કિશ્વર મર્ચન્‍ટ, વીરે દી વેડીંગ ફેઇમ બોલીવૂડ અભિનેત્ર મુસ્‍કાન ખુબચંદાણી અને મિસીસ યુનિવર્સ લવલી-૨૦૧૭ શિલ્‍પા અગરવાલના હસ્‍તે આ સ્‍ટોર ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ફેશન ડિઝાઇનર વૈશાલી શાહે જણાવ્‍યું હતું કે અમે એવા બ્‍લાઉઝ પણ ડિઝાઇન કરીએ છીએ જે માત્ર સાડી સાથે નહિ પણ સ્‍કર્ટ, જીન્‍સ કે બીજા કોઇપણ લોઅર સાથે મેચ કરીને પહેરી શકાય. ગૃહિણીઓ જ નહિ ટીનેજર અને યંગગર્લ્‍સ માટે પણ અમારી પાસે એક એકથી ચઢીયાતી વેરાઇટીમાં બ્‍લાઉઝ છે. નવરાત્રી આવી રહી છે ત્‍યારે એ માટે અઢળક ડિઝાઇનમાં બ્‍લાઉઝનો ખજાનો છે. અમે સાડીનો ટ્રેન્‍ડ જાળવી રાખવા ઇચ્‍છીએ છીએ. મને વિશ્વાસ છે કે રાજકોટમાં અમારો આ સ્‍ટોર મહિલાઓ, ટીનેજર્સ અને યુવતિઓમાં ચોક્કસ લોકપ્રિય બનશે.

ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્‍ટ, બોલીવૂડ અભિનેત્રી મુસ્‍કાન ખુબચંદાણી અને મિસીસ યુનિવર્સ લવલી શિલ્‍પા અગરવાલે કહ્યું હતું કે અમે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી વૈશાલીના બ્‍લાઉઝ પહેરવા ટેવાઇ ગયા છે. તેની પાસે અદ્દભુત કલેક્‍શન હોય છે, તેણે ડિઝાઇન કરેલા બ્‍લાઉઝમાં ખુબ જ નવીનતા હોય છે. મુસ્‍કાને જણાવ્‍યું હતું કે વૈશાલીના ડિઝાઇન કરેલા બ્‍લાઉઝ તમે જુઓ અને ખરીદો નહિ એવું બને જ નહિ, તેના સ્‍ટોરમાંથી કોઇ ખાલી હાથે જતું જ નથી. શિલ્‍પાએ કહ્યું હતું કે વૈશાલી પાસે માત્ર ગૃહિણીઓ જ નહિ ટીનેજર્સ અને યંગ ગર્લ્‍સ માટે પણ ભરપુર કલેક્‍શન છે.  

સ્‍ટોરના ઉદ્દઘાટનમાં શહેરના જૈન અગ્રણી મયુરભાઇ શાહ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં અને વૈશાલી શાહને મદદરૂપ થયા હતાં.

ગાંધીધામમાં જન્‍મેલા ફેશન ડિઝાઇનર વૈશાલી શાહ વિશે થોડું જાણીએ....

ફેશન ડિઝાઇનર વૈશાલી શાહનો જન્‍મ ૧૯૮૨માં ગાંધીધામ-કચ્‍છમાં થયો છે. નાનપણથી જ ફેશન પ્રત્‍યે સમર્પણની તેને અદમ્‍ય ભાવના હતી. ક્‍લાસ એપાર્ટ જેવા નાનકડા બૂટીકથી શરૂઆત કરનાર વૈશાલીના આજે ભારતભરમાં પાંચ સ્‍ટોર જસ્‍ટ બ્‍લાઉઝીઝના નામે છે. છઠ્ઠો સ્‍ટોર રાજકોટમાં શરૂ કર્યો છે. જાહેર ક્ષેત્રોની અગ્રગણ્‍ય વ્‍યક્‍તિઓ, ટીવી સેલિબ્રિટીશ અને એનઆરઆઇ તેના પ્રથમ હરોળના ગ્રાહકો છે. ગાંધીધામ, અમદાવાદ, મુંબઇ, વડોદરા અને જમશેદપુરમાં તેના સ્‍ટોર ભારતીય પરંપરા અને આધુનિકતાનું સફળ સંયોજન પ્રદાન કરે છે. દરેક માનુનીના માપ પ્રમાણેની ઉત્તમ કલાકૃતિના બ્‍લાઉઝીઝ વૈશાલી પાસે ઉપલબ્‍ધ છે. ફેશનના પ્રવાશ સાથે જુનવાણી પરંપરાનું લાજવાબ મિશ્રણ (ફયુઝન) તે તૈયાર કરે છે. સાડી અને લહેંગાની પારંપરિક ફેશન સાથે પ્‍લાઝો, ડેનિમ, સ્‍કર્ટ, ધોતી અને શોર્ટસ સાથે લાજવાબ મેચ કરવામાં આવે છે. કેઝ્‍યુઅલ, ટ્રેડિશનલ, વેસ્‍ટર્ન, ઇન્‍ડો-વેસ્‍ટર્ન અને ચણીયા ચોળી તથા સ્‍કર્ટસ સાથેના બ્‍લાઉઝીઝનું મેચિંંગ પણ કરાવી આપવું તે વૈશાલીની ખાસીયત છે.

કલાકારમાં કાબેલીયત હોવી જોઇએ, કાસ્‍ટીંગ કાઉચ ૨૦ વર્ષમાં કદી જોયું નથીઃ ટીવીસ્‍ટાર કિશ્વર મર્ચન્‍ટ

બિગ બોસમાં કામ કરવાની ખુબ મજા આવી'તીઃ ફરી તક મળે તો ચોક્કસ કરીશ

ઞ્જ ટીવી શો શક્‍તિમાન, હિપ હિપ હુરરે, કાવ્‍યાંજલિ, કસમ સે, મિલે જબ હમ તુમ, પ્‍યાર કી યે એક કહાની, છોટી બહૂ, અમૃત મંથન, હોંગે જુદા ના હમ, પરવરીશ, એક હસીના થી, મધુબાલા-એક ઇશ્‍ક એક ઝુનુન, કૈસી યે યારીયા, ઇતના કરો ના મુઝે પ્‍યાર, બ્રહ્મરાક્ષસ, ઢાઇ કિલો પ્રેમ, રિશ્‍તા લિખેંગે હમ નયા, બિગ બોસ-૯ સહિતના અનેક શોમાં કામ કરી ચુકેલી કિશ્વર મર્ચન્‍ટે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હું ૨૦ વર્ષથી આ ઇન્‍ડસ્‍ટ્રીમાં છું, મને કદી કાસ્‍ટીંગ કાઉચનો અનુભવ થયો નથી કે એવું જોયું પણ નથી. કલાકારમાં કાબેલીયત અને મહેનત કરવાની ધગશ હોવી જોઇએ. બિગ બોસમાં કામ કરવાની ખુબ મજા આવી હતી, ફરી તક મળે તો ભાગ લઇશ. વિરે દી વેડીંગમાં કામ કરી ચુકેલી મુસ્‍કાને કહ્યું હતું કે કાસ્‍ટીંગ કાઉચની વાત વધુ ચગાવવામાં આવતી હોય છે, એવું કંઇ હોતું નથી. શિલ્‍પાએ કહ્યું હતું કે કાસ્‍ટીંગ કાઉચ એના માટે હોય છે જેને જલ્‍દી સીડી ચઢી જવી હોય છે.

 

(2:50 pm IST)