Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

‘દીકરાનું ઘર' ઉજવે છે શ્રાવણ મહિનો, યજ્ઞ કરવા સઘળી સુવિધા ઉપલબ્‍ધ

રાજકોટ, તા. ૧૬ :. પવિત્ર શ્રાવણ માસ - શિવજીની આરાધના કરવાનો અદ્‌ભૂત પર્વ આવ્‍યો છે ત્‍યારે ઢોલરા ખાતે દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમ પરીસરમાં બીરાજતા મંગલેશ્વર મહાદેવના દર્શન કરવા... સાથે હીંડોળા દર્શન, ૧૦૮ દીપની મહાઆરતી, પરંપરાગત રીતે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી જેવા ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા સંસ્‍થાના સંચાલકોએ ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવ્‍યુ છે.

પવિત્ર શ્રાવણ માસ દરમ્‍યાન વૃદ્ધાશ્રમમાં રહેતા માવતરોને ફરાળ કે ભોજન પણ કરાવી શકો છો. મંગલેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં લઘુરૂદ્ર યજ્ઞ કે યજ્ઞ કે યજ્ઞ કરવાની ઈચ્‍છા હોય તો ભુદેવ અને પુજાપાની પણ વ્‍યવસ્‍થા કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મુકેશ દોશી - ૯૮૨૫૦ ૭૭૭૨૫, નલીન તન્‍ના - ૯૮૨૫૭ ૬૫૦૫૫ અથવા સુનીલ વોરા - ૯૮૨૫૨ ૧૭૩૨૦ સંપર્ક કરવો. જન્‍માષ્‍ટમી પર્વ નિમિતે પરિવાર સાથે - મિત્ર વર્તુળ સાથે મુલાકાત લેવા સૌને ભાવભર્યુ નિમંત્રણ છે.

 

(4:37 pm IST)