Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મારામારી-દારૂના ગુનામાં ચાર માસથી ફરાર ભાર્ગવ અને વિપુલ પકડાયા

ભક્‍તિનગર પોલીસે બંનેને ડ્રાઇવ દરમિયાન દબોચ્‍યા

રાજકોટઃ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા શહેર પોલીસે ડ્રાઇવ રાખી હોઇ તે અંતર્ગત ભક્‍તિનગર પોલીસે મારામારી, રાયોટના બે ગુનામાં ચાર મહિનાથી ફરાર ભાર્ગવ ઉર્ફ ભગુ ભુપતભાઇ વણોલ (રહે. દિપ્‍તીનગર-૧)ને તથા દારૂના ગુનામાં ફરાર વિપુલ ઉર્ફ બુચન લક્ષમણભાઇ મકવાણા (રહે. ઘનશ્‍યામનગર કોઠારીયા રોડ)ને પકડી લીધા છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ધાખડા, ઇન્‍દુભા રાણા, પ્રકાશભાઇ વાંક, મહેન્‍દ્રસિંહ ડોડીયા, સલિમભાઇ મકરાણી, વિક્રમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ, દિવ્‍યરાજસિંહ, રાજેશભાઇ, હિતેષભાઇ સહિતે પકડી લીધા હતાં.

(11:44 am IST)