Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કલેકટરે ઝોનલ ઓફીસ-જનસેવા કેન્દ્રોની ભીડ અંગે DSO અને અન્ય અધીકારીઓને દોડાવ્યા

સાંજે રીપોર્ટ બાદ કોરોના સંદર્ભે કેન્દ્રો બંધ કરવા અંગે નિર્ણય

રાજકોટ તા. ૧૬ : રાજકોટમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા હોય, અને પૂરવઠાની ઝોનલ કચેરીઓ-જનસેવા કેન્દ્રો ઉપર રોજેરોજ અરજદારોની કામગીરી અર્થે ભીડ ઉભી થતી હોય સ્ટાફ ગભરાઇ ઉઠયો છે, આ બાબતે ગઇકાલે કલેકટરશ્રીનું પણ ધ્યાન દોરાયું હતું.

દરમિયાન જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે ડીએસઓ શ્રી પુજા બાવડા અને અન્ય ડે.કલેકટરોને પૂરવઠાની ચારેય ઝોનલ કચેરી અને જનસેવા કેન્દ્રોની આકસ્મિક મૂલાકાત અર્થે દોડાવ્યા હતા, અને સાંજ સુધીમાં રીપોર્ટ કરવા આદેશો કર્યા હતા.

કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે, અધીકારીઓ આકસ્મિક મૂલાકાત લઇ માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ વિગેરે તમામ બાબતો જાણી વિગતો આપશે, બાદમાં કઇ ઝોનલ કચેરી અને કયુ જનસેવા કેન્દ્ર બંધ કરવું તે અંગે નિર્ણય લેવાશે.

(4:10 pm IST)