Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગુનેગારોની ખો ભુલાવી દેનારા ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ. એમ. ગઢવીએ ૨૦૧૬ થી અત્યાર સુધી કરેલી અનેક પ્રસંશનીય કામગીરી

ખુંખાર સિરીયલ કિલર નિલય મહેતાને પકડ્યોઃ ભુમાફીયા ગેંગને તીતર-ભીતર કરીઃ રહસ્યમય ખૂન-લૂંટ-ચોરીઓની ઘટનાઓના ડિટેકશનઃ વીઆઇપીના બંદોબસ્તથી માંડી ભારે વરસાદ વેળાની તારાજી હોય કે કોરોનાકાળ...પીઆઇ સતત લોકોને મદદરૂપ થતા રહ્યાઃ સમગ્ર ટીમે ભારે હૈયે વિદાયમાન આપ્યું

રાજકોટ તા. ૧૬: શહેરની મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીની આઇબીમાં બદલી થતાં સમગ્ર ક્રાઇમ બ્રાંચની ટીમોએ તેમજ અધિકારીઓએ ભારે હૈયે વિદાયમાન આપ્યું હતું. શ્રી હિતેષદાન એમ. ગઢવીએ રાજકોટ શહેરમાં  તા.૧૪/૦૯/૨૦૧૬ થી અત્યાર સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન અનેક પ્રશંસનીય કામગીરી કરી છે. ગુનાખોરીની ખો ભુલાવી દેનારા આ પીઆઇ સામાન્ય માણસને કાગળ પર કાર્યવાહી કર્યા વગર પણ મદદરૂપ થવા માટે જાણીતા છે. તેમની આ કાર્યશૈલીએ જ તેમને લોકપ્રિય બનાવ્યા છે. ક્રાઇમને નેસ્તનાબુદ કરવાની નેમ સાથે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે અસંખ્ય એવા ગુનાઓ ટીમોની અને ઉપરી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ઉકેલ્યા છે જેની નોંધ સોૈ કોઇને લેવી પડી હતી.

પીઆઇ એચ. એમ. ગઢવીએ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળતાની સાથે જ  નામીચા ગુન્હેગારો જે ફરી કોઇ ગુન્હાહીત પ્રવૃતિ આચરે નહીં તે માટે તમામ કડક કાર્યવાહી  શરૂ કરી દીધી હતી. કાર્યકાળ દરમિયાન ઘણા અનડીટેક ખુન, ખુનની કોશીષ, લુંટ, ઘરફોડ ચોરી, સાદી ચોરી, વાહન ચોરી, ચીલઝડપ, અપહરણ જેવા ગંભીર ગુન્હા બનવા પામતા હોય જે ગુન્હાની સ્થળ વિઝીટ કરી તાબાના માણસો તથા ખાનગી બાતમીદારો મારફત સદરહુ ગંભીર પ્રકારના ગુન્હામા કુનેહપુર્વક ગુન્હાની ગંભિરતા ધ્યાને લઇ અને ગુન્હો તાત્કાલીક ડીટેકટ થાય તેમજ ગુન્હામા સંકળાયેલ આરોપીઓ તાત્કાલીક પકડાય તેવા તમામ પ્રયાસો તેમણે કર્યા છે.

વાહન ચોરીના ગુનાઓ અટકાવવા પણ તેમણે ટીમો સાથે મળી અલગ જ કાર્યપધ્ધતી અપનાવી હતી. જેના કારણે આ પ્રકારની ગુનાખોરી અટકાવવામાં સફળતા પણ મળી હતી. ગુન્હાખોરી અટકાવવા સાથો સાથ વી. વી. આઇ. પી. બંદોબસ્ત જાળવવા તેમજ આવેલ વી. વી. આઇ. પી. મહાનુભાવોને સુરક્ષા પુરી પાડી તે સમયે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે પણ એક બહત્વની ફરજ છે જે ફરજ દરમ્યાન ે પોતાની કુનેહ પુર્વક કામગીરી કરી છે.  તાબાના માણસો દ્વારા કુદરતી આફત દરમ્યાન પણ ફ્રન્ટ લાઇન ડયુટી કરી જાહેર જીવનમા પણ કુદરતી આફતો સમયે આગળ આવી પોતાની ફરજ નીષ્ઠાથી બનાવેલ તેમજ હાલમા પણ કોરોના વાયરસ જેવી ગંભિર મહામારી સમયે પણ લોકડાઉન તથા અનલોક સમયે પણ લોકડાઉનનુ તેમજ અનલોકડાઉન દરમ્યાન જાહેર થયેલ સરકારની માર્ગદર્શીકાનંુ ચુસ્તપણે પાલન થાય તે માટે તમામ પ્રયાસો કરી વીકટ પરીસ્થીતીમા પણ નીષ્ઠા તથા કુનેહથી ફરજ બજાવી છે.

પો. ઇન્સ. એચ. એમ. ગઢવીએ ગંભીર પ્રકારના અનડીટકેટ ગુન્હાઓ શોઘીકાઢવા તમામ પ્રયાસો કરી ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હો ડીટેકટ કરી આરોપીઓને તાત્કાલીક પકડી પાડ્યા છે. તેમણે  ૨૦૧૬ થી ૨૦૨૦  સુધી કરેલી પ્રસંશનીય કામગીરીઓની આછેરી ઝલક અહિ રજુ છે.

(૧) રાજકોટ શહેર બી. ડીવી. પો.સ્ટે. ગુ.ર.નંબર ૧૧૮/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, વિ. મુજબના ગુન્હાના કામે સને ૨૦૧૪ ની સાલથી ગંભિર ગુન્હામા નાસતા ફરતા આરોપીઓ (૧) ટીનકા ઉર્ફે ટીન્કુ વિનોદકુમાર ઠાકોર રહે. ગુડગાવ હરીયાણા (૨) વિરેન્દ્ર ઉર્ફે ટુનટુના અશોકભાઇ માહોર રહે. ન્યુ દિલ્હી મુળ ઉતરપ્રદેશ વાળાઓને શોઘીકાઢી ગુન્હાના કામે અટક કરવામા આવેલ.

(૨) રાજકોટ શહેરમા ઘરફોડ ચોરીના અસંખ્ય ગુન્હામા સંભળાયેલ નામીચા પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૈાહાણ રહે. રાજકોટ વાળાને શોઘી કાઢી કૂલ ચાર ઘરફોડ ચોરીના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ.

(૩) ભકિતનગર પો.સ્ટે. ફ. ગુ.ર.નંબર ૧૨૩/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૦૨ વિ. ના ગુન્હામા સંકળાયેલ આરોપી નરેશ ઉર્ફે ભઇ ભાદાભાઇ સોલંકી રહે. રાજકોટ વાળાને ખુન ના ગંભિર ગુન્હામા અટક કરી તેમજ મજકૂર આરોપી જે અગન્ય ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંભળાયેલ હોય જેની આગવી ઢબે પુછપરછ કરી રાજકોટ શહેરની અન્ય કૂલ ૨૨ અનડીટેક ચોરીઓ ડીટેકટ કરવામા આવેલ.

(૩) કુવાડવા રોડ પો.સ્ટે. ગુ.ર.નંબર ૧૭૧/૨૦૧૬ આ.પી.સી. કલમ ૩૦૨ વિ. મુજબના કામે ગુન્હામા સંકળાયેલ આરોપી રાજેન્દ્ર સરદારીલાલ શેઠી રહે. રાજકોટ હાલ હરીદ્વાર સ્મશાનઘાટ ઉતરાખંડ વાળાની તપાસ કરી મજકૂર આરોપીને પકડી પડવામા આવેલ.

(૪) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નંબર ૧૯/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૮૯(સી)(ડી) મુજબના કામે આરોપી (૧) રૂદયભાઇ મનસુખભાઇ જાગાણી (૨) લક્ષ્મણભાઇ રૂડાભાઇ ચૈાહાણ (૩) જીજ્ઞેશ રજનીકાન્ત શાહ ને કૂલ રૂ.૨૬,૧૦,૦૦૦ની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડવામા આવેલ.

(૫) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નંબર ૮૯/૨૦૧૬ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબના ગુન્હાના કામે નામીચા આરોપીઓ (૧) બલદેવ ઉર્ફે બલી વિરભાનુભાઇ ડાંગર (૨) અર્જુન રામભાઇ જળુ (૩) અર્જુન ભગવાનજીભાઇ ડાંગર (૪) સિકંદર રજાકભાઇ બ્લોચ (૫) જયપાલસિંહ મહીપતસિંહ જાડેજા, (૬) લખઘીરસિંહ બહાદુરસિંહ ચુડાસમા (૭) સદામ ઉર્ફે કકુ મહમદભાઇ ઉર્ફે ગોલી સાંઘ નાઓને ગે.કા. હથિયાર ના ગુન્હામા પકડી પાડી કડક કાર્યવાહી કરવામા આવેલ.

(૬) રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે. ગુ.ર.નંબર ૨૬/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૦૨ વિ. ના કામે આરોપીઓ (૧) ચુનીલાલ નરશીભાઇ પરમાર (૨) સંદિપભાઇ ચુનીલાલ પરમાર (૩) રાજદીપ ઉર્ફે બાઠીયો ચુનીલાલ પરમાર નાઓને ગુન્હાના કામે પકડી પાડવામા આવેલ.

(૭) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નંબર ૦૨/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૫૧૧, ૧૨૦(બી) મુજબના ગુન્હામા હકીકત આઘારે આરોપીઓ (૧) રામદાસ ઉર્ફે રામુ પરશુરામ રહાને (૨) વિનીત પુંડલીક જાલટે (૩) સંદિપ દયાનંદ સિબાંગ (૪) અનીલ રાજુ ઘીલોડ (૫) રીઝવાના મહમદ શેખ (૬) સતીષ ઉર્ફે સત્યો ગણેશ કામળે (૭) વિનોદ જ્ઞાનદેવ હાન્ડે (૮) અશ્વીનીબેન રામચંદ્ર રનીત (૯) રાહુલ વૈદપ્રકાશ તીવારી (૧૦) સચીન તાનાજી સેળકે (૧૦) સચીન તાનાજી સેળકે (૧૧) યશવંત ઉર્ફે ગણેશ પ્રભાકર બોડકે નાઓને ગુન્હાના કામે અટક કરી ગંભિર પ્રકારનો ગુન્હો બનતો અટકાવવામા આવેલ જે ગુન્હામા હાલ ફરારી આરોપી અનીસ ઇબ્રાહીમ ને ગે.કા. હથિયારો સાથે પકડી પાડવામા આવેલ

(૮) રાજકોટ શહેરમા અસંખ્ય ચોરીના ગુન્હાઓ આચરનાર (૧) આનંદભાઇ જેસીંગભાઇ સીતાપરા (૨) પીયુષ વિનુભાઇ અમરેલીયા નાઓને સોના ચાંદીના ઢાળીયા તથા ચાંદીના દાગીના કૂલ કિ.રૂ.૨૨,૪૭,૮૪૮સાથે પકડી પાડી રાજકોટ શહેરની કૂલ ૧૭ અનડીટેકટ ચોરીઓ ડીટેકટ કરવામા આવેલ.

(૯) રાજકોટ શહેર મા. નગર પો.સ્ટે. ગુ.ર.નંબર ૬૮/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૯૨, ૩૪ મુજબના કામે આરોપીઓ (૧) ડીમ્પલબેન પ્રેમજીભાઇ રાઠોડ (૨) મોહિતભાઇ રાજેશભાઇ રાયઠ્ઠા (૩) રેણુકાબેન પ્રેમજીભાઇ રાઠોડ (૪) ચંદ્રેશ ઉર્ફે ચંદુ ઉર્ફે ભુરો વિનુભાઇ વાણંદ ને ગુન્હાના કામે અટક કરી જેઓ પાસેથી કૂલ રૂ.૨,૭૪,૦૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ.

(૧૦) સને ૨૦૧૧ ની સાલમા એમ્બ્યુલન્સ મા ઇગ્લીશ દારૂની હેરફેર કરતા ઇસમોને પકડી પાડવામા આવેલ જે ગુન્હામા સંકળાયેલ બે રાજસ્થાની આરોપીઓ પાસા વોરન્ટના નાસતા ફરતા આરોપીઓ ને અજમેર જીલ્લા ના બીયાવર તાલુકા ખાતેથી પકડી પાડી પાસા વોરન્ટ ની બજવણી કરવામા આવેલ.

(૧૧) આંતર રાજય ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરતી ગેંગ ના સભ્યો (૧) સંજય ઓલી, (૨) પ્રકાશ (૩) જગદીશ નાઓ જે એમ. પી. રાજય ખાતેથી ગુજરાત રાજયમા મોટા શહેરો નજીકના નાના તાલુકામા રોકાય ત્યાથી વાહન ચોરી કરી બાદ મોટા શહેરોમા દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીઓ કરતા જે આરોપીઓને પકડી પાડી રાજકોટ, આણંદ, નળીયાદ તથા વડોદરા ખાતેના કૂલ ૧૦ જેટલા ગુન્હાઓ ડીટેકટ કરવામા આવેલ.

(૧૨) ગુજરાત, રાજસ્થાન મધ્યપ્રદેશ ખાતે લગ્ન ઇચ્છુક વ્યકિતઓને છેતરપીંડી વિશ્વાસઘાત કરી પૈસા પડાવતી ગેંગ ને એમ. પી. ખાતેથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવેલ.

(૧૩) ગુજરાત ભરવમા ગ્રાહક ના સ્વાંગમા જઇ દુકાનોમા રોકડ રૂપિયાની ચોરી કરતી ગુંગના (૧) રીઝવાન ઉર્ફે બાજીગર અયુબભાઇ (૨) રીઝવાન ઉર્ફે દાણી મહમદભાઇ કોરેજા નાઓને પકડી પાડી કૂલ ૩૨ ગુન્હા ડીટેકટ કરવામા આવેલ.

(૧૪) રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. વિસ્તારમા ઢેબર રોડ ઉપર લુંટનો અનડીટેકટ બનાવ બનેલ જેમા ગણત્રીની કલાકોમા આરોપીઓ (૧) કિશનભાઇ ભરતભાઇ ડોડીયા (૨) તિરંગા ઉર્ફે અપ્પુ નાનજીભાઇ દવેરા (૩) નીતીનભાઇ ઉર્ફે કાનો વલ્લભભાઇ દેવજીભાઇ વાઘેલા નાઓને પકડી પાડી લુંટમા ગયેલ મુદામાલ કબજે કરવામા આવેલ.

(૧૫) ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમા નાગાબાવાનો વેશ ઘારણ કરી લોકોના દાગીના ની ઉઠાંતરી કરતી આંતર રાજય ગેંગ ના સભયોને પકડી પાડી અસંખ્ય અનડીટેકટ ગુન્હાના ભેદ ઉકેલવામા આવેલ.

(૧૬) સુરેન્દ્રનગર જીલલા ના ચોટીલા પો.સ્ટે. મા છેલ્લા બે વર્ષથી ચર્ચાસ્પદ અનડીટેકટ મર્ડર ના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને અટક કરી ચોટીલા પો.સ્ટે. ને સોંપી આપવામા આવેલ.

(૧૭) રાજકોટ શહેરમા અગાઉ ધરફોડ, વાહન ચોરીના ગુન્હામા સંકળાયેલ રીઢા ગુન્હેગાર આનંદગીરી ગોસ્વામી ને પડકી પાડી કૂલ ૧૦ ગુન્હાનો ભેદ ઉકેલવામા આવેલ.

(૧૮) રાજકોટ શહેરમા ગે.કા. હથિયાર સપ્લાય કરતા મધ્યપ્રદેશ ના શિવમ ઉર્ફે શીવા નામના ઇસમે ગે.કા. ૧૧ આર્મ્સ હથિયારો તથા ૩૦ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.

(૧૯) રાજકોટ શહેરમા મર્ડર, મારામારી, ફાયરીંગ, તેમજ ૩૫ થી વઘુ ઘરફોડ ચોરી સહીતના ગુન્હામા સંડોવાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પલીયા ને પકડી પાડી ૧૯ જેટલા અનડીટેક ગુન્હાઓ ડીટેકટ કરવામા આવેલ.

(૨૦) ચીલઝડપ ના ગુન્હા અચરતી આંતરરાજય કુખ્યાત ભાતુ ગેંગ ના પાંચ સભ્યોને પકડી પાડી તેઓ પાસેથી કૂલ ૨,૦૧,૫૦૦નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.

(૨૧) વાહનોના કાચ તોડી, વાહન આગળ ઓઇલ ઢોળી તથા પૈસા વેરી વાહન ચાલકનુ ધ્યાન હટાવી રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાની ઉઠાતરી કરતી આંઘ્રપ્રદેશની આંતર રાજય નેલ્લોર ગેંગને પકડી પાડવામા આવેલ.

(૨૨) રાજકોટ શહેરમા સગીર વયની દીકરી ને ઉઠાવી જઇ તેની સાથે બદકામ કરનાર આરોપી બાબુભાઇ દેવાભાઇ બાંભવા ભરવાડ રહે. રાણીમા રૂડીમા ચોક રૈયાઘાર રાજકોટ વાળાને ગુન્હો આચરેલ બાદ ગણત્રીની કલાકોમા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી પકડી પાડી ખુબજ સારી કામગીરી કરેલ.

(૨૩) થોરાળા પો.સ્ટે. મા સગીર વયની દિકરીને ઉઠાવી જઇ તેની સાથે બદકામ કરનાર આરોપી હરદેવ મશરૂભાઇ માંગરોળીયા જાતે નાથબાવા રહે. ભારતનગર રોડ રાજકોટ વાળાને ગણતરીની કલાકોમા પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ ખુબજ સારી કામગીરી કરવામા આવેલ.

પો. ઇન્સ. એચ.એમ.ગઢવી દ્વારા ઉપરોકત ખુબજ સારી કામગીરી સાથોસાથ અન્ય ગુન્હાઓનો પણ ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવામા આવેલ તેમજ તેઓ દ્વારા ડી.સી.બી. પો.સ્ટે. મા કરવામા આવેલ કામગીરી.

સને ૨૦૧૭ ની સાલમા ડી.સી.બી. પો.સ્ટે. દ્વારા ખુલનના કૂલ ૨૧ આરોપીઓ પકડી પાડવામા આવેલ, ધરફોડ ચોરીના કૂલ ૨૧ ગુન્હામા ૨૧ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૬,૬૮,૭૬૦નો મુદામાલ રીકવર કરવામા આવેલ, લુંટના કૂલ ૮ ગુન્હાનો ભેદ ઉકેલી ૧૯ આરોપીઓ પકડી પાડી રૂ.૧૬,૨૨,૬૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, ઘાડના કૂલ બે ગુન્હા ડીટેકટ કરી ૩,૬૮,૦૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, છેતરપીંડી ઠગાઇ ના કૂલ ૭ ગુન્હા ડીટેકટ કરી ૧૮ આરોપીઓ પકડી પાડી ૧૧,૯૩,૪૫૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, સાદી ચોરીના કૂલ ૧૦ ગુન્હા ડીટેકટ કરી ૧૬ આરોપીઓ ને પકડી પાડી કૂલ રૂ.૧૬,૫૪,૪૩૧નો મુદામાલ કબજે કરવામા આવેલ, ચીલઝડપ ના કૂલ ૧૪ ગુન્હા ડીટેક કરી ૬ આરોપીઓને પકડી પાડી કિ.રૂ.૧,૯૭,૨૪૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, વાહન ચોરીના કૂલ ૫૦ ગુન્હા ડીટેકટ કરી ૪૧ આરોપીઓને પકડી પાડી કૂલ રૂ.૨૬,૨૬,૦૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, જુગાર ઘારા હેઠળ કૂલ ૪૨ ગુન્હા શોઘીકાઢી કૂલ રૂ.૧,૦૭,૬૬,૨૮૦નો મુદામાલ કબજે કરવામા આવેલ તેમજ પ્રોહીબીશનના કુલ ૬૧ ગુન્હા શોઘીકાઢી કૂલ રૂ.૧,૮૬,૬૨,૦૧૦નો મુદામાલ કબજે કરી ૬૨ આરોપીઓને પકડી પાડવામા આવેલ, અસંખ્ય ગુન્હામા સંકળાયેલ કૂલ ૧૨ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરન્ટ મેળવવામા આવેલ.

સને ૨૦૧૮ ની સાલમા ખુનના કૂલ ૬ ગુન્હા ડીટેકટ કરી કૂલ ૧૩ આરોપીઓને પકડી પાડવામા આવેલ, ધરફોડ ચોરના કૂલ ૧૭ ગુન્હા ડીટેકટ કરી ૧૯ આરોપીઓ પકડી પાડી ૯૬,૮૨,૩૭૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, લુંટ ના કૂલ ૧૧ ગુન્હા ડીટેકટ કરી ૨૦ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૪૦,૦૭,૪૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, છેતરપીંડી ઠગારઇના કૂલ ૧૮ ગુન્હા ડીટેકટ કરી ૪૦ આરોપીઓને પકડી પાડી કૂલ રૂ.૧,૧૨,૮૫,૦૯૪નો મુદામાલ કબજે કરવામા આવેલ, સાદી ચોરીના કૂલ ૧૩ ગુન્હામા ૧૯ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૧૨,૯૬,૯૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, ચીલઝડપ ના કૂલ ૭ ગુન્હામા ૭ આરોપીઓ પકડી પાડી રૂ.૭૪,૮૭૨નો મુદામાલ કબજે કરવામા આવેલ, વાહન ચોરીના કૂલ ૫૧ ગુન્હામા ૫૫ આરોપીઓને પકડી પાડી કૂલ રૂ.૩૪,૯૦,૨૬૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, જુગારઘારા ના કૂલ ૯૭ ગુન્હા શોઘીકાઢી કૂલ ૫૨૫ આરોપી અટક કરી રૂ.૫૬,૧૫,૧૪૫નો મુદામાલ કબજે કરવામા આવેલ તેમજ પ્રોહીબીશનના કૂલ ૧૨૭ ગુન્હા શોઘીકાઢી જેમા ૧૭૫ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૩,૨૫,૬૯,૧૭૫નો મુદામાલ કબજે કરવામા આવેલ,

સને ૨૦૧૯ ની સાલમા ખુનના કૂલ ૬ ગુન્હામા કૂલ ૧૯ આરોપીઓને પકડી પાડવામા આવેલ, ઘરફોડ ચોરીના કૂલ ૨૪ ગુન્હામા ૩૩ આરોપીઓ પકડી પાડી રૂ.૩૧,૯૯,૭૭૧નો મુદામાલ કબજે કરવામા આવેલ, લુંટ ના કૂલ ૩ ગુન્હામા ૯ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૧,૬૭,૫૨૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, છેતરપીંડી ઠગાઇ ના કૂલ ૧૪ ગુન્હામા ૨૩ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૧૪,૫૪,૩૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, સાદીચોરીના કૂલ ૫૬ ગુન્હામા ૧૮ આરોપીઓ પકડી પાડી કૂલ રૂ.૩૩,૦૯,૧૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, ચીલઝડપ ના કૂલ ૨૩ ગુન્હા મા ૨૧ આરોપીઓ પકડી પાડી કિ.રૂ.૧૭,૦૪,૭૯૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, વાહન ચોરીના કૂલ ૫૬ ગુન્હા મા ૪૩ આરોપીઓ પકડી પાડી રૂ.૨૦,૫૫,૦૦૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, જુગારઘારા ના કૂલ ૭૫ ગુન્હા શોઘી કાઢી જેમા ૩૫૯ આરોપીઓને પકડી પાડી જેઓ પાસેથી રૂ.૫૫,૦૬,૪૮૫નો મુદામાલ કબજે કરવામા આવેલ, પ્રોહીબીશનના કૂલ ૧૩૦ ગુન્હા શોઘીકાઢી જેમા કૂલ ૧૬૬ આરોપીઓને પકડી પાડી જેમા કૂલ રૂ.૪,૪૨,૬૯,૪૮૦નો મુદામાલ કબજે કરવામા આવેલ.

સને ૨૦૨૦ની સાલમા ખુનના બે ગુન્હા શોઘીકાઢવામા આવેલ, ધરડોડ ચોરીના કૂલ ૭ ગુન્હા શોઘી કાઢી જેમા ૭,૨૧,૫૫૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, લુંટ નો એક ગુન્હો શોઘી કાઢીમા આવેલ, સાદીચોરીના કૂલ ૩ ગુન્હા શોઘીકાઢી રૂ.૨,૩૫,૫૯૦નો મુદામાલ કબજે કરવામા આવેલ જુગાર ધારા ના કૂલ ૨૩ ગુન્હા શોઘી કાઢી કૂલ રૂ.૮,૯૬,૯૨૦નો મુદામાલ કબજે કરવામા આવેલ, પ્રોહી બીશનના કૂલ ૬૦ ગુન્હા શોઘી કાઢી જેમા ૨,૮૭,૮૫,૭૦૦નો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેકટ એચ. એમ. ગઢવીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, તત્કાલીન જેસીપી અસ. એન. ખત્રી, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી જયદિપસિંહ એચ. સરવૈયા તથા સાથી અધિકારીઓ, સમગ્ર ટીમો સાથે મળી આ કામગીરીઓ કરી હતી. તમામે તેમને આગળની ફરજ માટે શુભકામનાઓ સાથે વિદાય આપી હતી. તસ્વીરોમાં શ્રી ગઢવીએ કરેલી કામગીરીની ઝલકો જોઇ શકાય છે.

(4:06 pm IST)