Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોના સારવારમાં વધુ ચાર્જ બાબતે ખાનગી હોસ્પિટલોમાં ચેકીંગ થશે : ગોંડલ-જેતપુરમાં નવી કોવિડ હોસ્પિટલ

શહેરમાં રોજ ૩૦ પોઝીટીવ કેસ આવવા લાગતા ૩૦૦૦ બેડની આગોતરી વ્યવસ્થા થઇ ગઇ છે : કલેકટર રેમ્યા મોહન દ્વારા વિગતો જાહેર

રાજકોટ, તા.૧૬ : શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે આ બાબતે જીલ્લા વહીવટી તંત્રએ ૩૦૦૦ બેડની આગોતરી વ્યવસ્થા કરી લીધી હોવાનું કલેકટર રેમ્યા મોહને જાહેર કર્યું હતું.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કલેકટરશ્રીએ જણાવેલ કે રાજકોટની કોવિડ ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં વધુ પડતો ચાર્જ વસુલી રહેલ છે તેવી લોકોમાં ફરીયાદ ઉઠી છે ત્યારે હવે આ બાબતે ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ થશે અને સારવારના બીલ વિગેરે તપાસવામાં આવશે.

આ ઉપરાંત હવે જીલ્લાના ગોંડલ અને જેતપુર શહેરમાં નવી કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવા નિર્ણય લેવાશે.

જયારે રાજકોટની સબરસ હોસ્ટેલમાં ૧પ૦૦ બેડની વ્યવસ્થા છે.

આમ કોરોનાના કેસ વધવા બાબતે તંત્રએ સારવારની આગોતરી વ્યવસ્થા કરી લીધાનું કલેકટરશ્રીએ જાહેર કર્યું હતું.

(4:04 pm IST)