Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વોર્ડ નં. ૯ માં ઉકાળા વિતરણ- લોકોનું સ્ક્રીનીંગ

કોરોના મહામારી સામે લોક આરોગ્યની તકેદારી અર્થે મહાનગરપાલીકા દ્વારા તમામ વિસ્તારોમાં ફેરવવામાં આવતો ધનવંતરી રથ વોર્ડ નં. ૯ માં પણ આવી પહોંચ્યો હતો. લોકોનું સ્ક્રીનીંગ કરી ઉકાળાનું વિતરણ કરાયુ હતુ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, સંજય ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:22 pm IST)