Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સીબીએસઇ ધો.૧ર સાયન્સમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના માનીત માત્રાવાડીયા ૯૮.૬ ટકા સાથે ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમાંકે

રાજકોટ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) દ્વારા લેવાયેલ ધો.૧ર વર્ષ ર૦ર૦નું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યુ઼ હતુ. જેમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત અને રાજકોટ સેન્ટરમાં જવલંત સફળતા મેળવી છે. જેમાં રાજકોટના ડો. ચિરાગ અને ડો. આશા માત્રાવાડીયાના પુત્ર માનીતે ૯૮.૬૦ ટકા સાથે સમગ્ર ગુજરાત અને રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ આર્યા બાવીશી ૯૬.૪૦ ટકા સાાથે સેન્ટરમાં બીજા ક્રમાંકે, પ્રયાગ દેસાઇ ૯૬.ર૦ ટકા અને માર્ગવ સવસાની ૯૬.ર૦ ટકા સાથે સેન્ટરમાં ત્રીજા ક્રમાંકે અને મોહિલ કપુરિયા ૯પ.૮૦ ટકા, મિતિકા ભાદડા ૯૪.૮૦ ટકા, દક્ષ કોચર ૯૪.૪૦ ટકા, ધ્યેય રાજયગુુરૂ ૯૩.૮૦ ટકા, નિષિત ગંગાજલિયા ૯૩.ર૦ ટકા, રિયા પારેખ ૯૩.ર૦ ટકા સાથે સફળતા પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધારેલ છે. એક સાથે ર૭ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ પરિણામ મેળવી સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. આ તબકકે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા અને શ્રીમતી તૃપ્તિબેન ગજેરા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવી છે.

(3:21 pm IST)