Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજકોટમાં વધુ એક કોરોનાના દર્દીઓ માટેની ઉદય કોવીડ હોસ્પીટલનો રપ બેડ સાથે પ્રારંભ

ગોકુલ હોસ્પીટલ ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય શાળા રોડ ઉપર નવી કોવીડ હોસ્પીટલ : ગોકુલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર નહિ... અન્ય રોગોની રાબેતા મુજબ સારવાર ઉપલબ્ધ

રાજકોટ, તા., ૧૬: ગોકુલ હોસ્પિટલ ગ્રુપ દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય શાળા મેઇન રોડ રાજકોટ ખાતે ઉદય કોવિડ હોસ્પિટલ નો આજથી ૧૬ જુલાઇ થી પ્રારંભ થયેલ છે.

સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં કોરોના નો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ બહાર આવતા જાય છે. હાલમાં સિવિલ હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓ ની સારવાર ની મર્યાદા છે. કલેકટર શ્રી દ્વારા ખાનગી હોસ્પિટલો ને કોરોના ની સારવાર રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને મળી રહે તે માટેવધારા ની સગવડ ઉભી કરવા જણાવવામાં આવેલ.

ગોકુલ હોસ્પિટલ ના ચેરમેન ડો. પ્રકાશ મોઢા અને મેનેજિંગ ડાયરેકટર જગજીવનભાઈ સખીયા દ્વારા આ મહામારીમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉદય કોવિડ હોસ્પિટલ રાષ્ટ્રીય શાળા મેઈન રોડ રાજકોટ ખાતે ગુરુવાર ૧૬ જુલાઇ થી પ્રારંભ કરેલ છે.

ગોકુલ હોસ્પિટલ ની ક્રિટીકલ કેર ટીમના ખૂબ જ અનુભવી અને ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત ડોકટરોની ટીમ આ હોસ્પિટલ મા કોરોના ના દર્દીઓ નું ધ્યાન રાખશે. ઉદય કોવીડ હોસ્પીટલ ખાતે ટોટલ રર બેડની સુવિધા છે જેમાં સાત બેડ આઇસીયુના છે.

ગોકુલ હોસ્પિટલ ની ક્રિટીકલ કેર ટીમ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના સૌથી વિશાળ બહોળો અનુભવ ધરાવતી અને ઉચ્ચતમ ડિગ્રીઓ ધરાવતી એક માત્ર ટીમ છે. ઉદય કોવિડ હોસ્પિટલ મા વેન્ટિલેટર, ડાયાલિસિસ, ઓકિસજન અને તમામ પ્રકારની કટોકટીને પહોંચી વળવા સમગ્ર આધુનિક પ્રકારના મશીનો ઉપલબ્ધ છે તેમ ગોકુલ હોસ્પિટલ ની યાદીમાંજણાવવામાં આવે છે.

ઉદય કોવીડ હોસ્પિટલ ખાતે સરકાર શ્રી દ્વારા માન્ય કરાયેલ ચાર્જીસ અને નિયમો અનુસાર કોરોના ની સારવાર કરવામાં આવશે. દર્દીઓ ની સગવડતા અને જરૂરિયાત મુજબ સ્પેશ્યલ રૂમ તેમજ એચ.ડી.યુ તથા આઇ.સી.યુ. ની સુવિધા ઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ગોકુલ હોસ્પિટલ વિધાનગર મેઇન રોડ તથા ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ ઉપર કોરોનાની સારવાર ઉપલબ્ધ નથી. એટલે કે ત્યાં તમામ દર્દીઓની  સારવાર તેમજ ઈમરજન્સી સારવાર ૨૪ કલાક ઉપલબ્ધ છે.

(3:13 pm IST)