Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જમીન કોૈભાંડમાં સામેલ બાબરીયા કોલોનીના દિપક બસીયાને પાસામાં ધકેલી દેવાયો

સુરત જેલહવાલે કરાયોઃ તાલુકા પોલીસ અને પીસીબીની કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: જમીન કોૈભાંડના ગુનામાં સામેલ સહકારનગર મેઇન રોડ બાબરીયા કોલોની-૨માં મોમાઇ કૃપા ખાતે રહેતાં દિપક ગોવિંદભાઇ બસીયા (ઉ.૩૦)ને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે.

મવડીગામની સર્વે નં. ૨૭૬ની જમીન ૧૯ એકર ૧૨ ગુંઠાની હોઇ તે જમીન મુળ માલિક પાસેથી હડપ કરી જવા કાવત્રુ રચ્યાનો ગુનો દાખલ થયો હતો. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ પણ તાલુકા પોલીસ, થોરાળા પોલીસ, મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં જમીનને લગતા ત્રણ ગુના તથા રાજકોટ એ-ડિવીઝનમાં મારામારીને લગતા બે ગુના નોંધાઇ ચુકયા છે. તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં સુરત જેલમાં મોકલાયો છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિજયગીરી, રાજુભાઇ, અરજણભાઇ, ભગીરથસિંહ, મનિષભાઇ, હર્ષરાજસિંહ જાડેજા સહિતે કરી હતી.

(1:01 pm IST)