Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગંજીવાડાના નાકે કારમાં ૯૬ બોટલ દારૂ સાથે વિનાયકનગરનો કેવલ ડાંગર પકડાયો

રાજકોટ તા. ૧૬: ગંજીવાડાના નાકાથી આગળ સસ્તા અનાજની દૂકાન પાસેથી થોરાળા પોલીસે મવડી પ્લોટ વિનાયકનગર-૯ના કેવલ કાળુભાઇ ડાંગર (ઉ.૨૩)ને રૂ. ૪૭૫૦૦ના ૯૬ બોટલ દારૂ સાથે પણકડી લીધો છે.

થોરાળાના કોન્સ. યુવરાજસિંહ રાણા અને જયદિપભાઇ ધોળકીયા તથા સહદેવસિંહ જાડેજાની બાતમી પરથી વોચ રાખી કેવલને સાન્ટ્રો કાર જીજે૧૧એએસ-૦૦૮માં દારૂનો જથ્થો રાખીને નીકળતાં પકડી લઇ કુલ રૂ. ૨,૫૨,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. કોરોના રિપોર્ટ બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પી.ડી. જાદવ, હેડકોન્સ. બી.આર. સોલંકી, જયદિપસિંહ જાડેજા, પિયુષભાઇ, નરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, કિરણભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:00 pm IST)