Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જિલ્લાના ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન યોજના અન્વયે સહાય મળશે

ખેડૂત આઇ પોર્ટલ પર ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે

રાજકોટ, તા. ૧૬:રાજયનાં ખેડૂતોને કૃષિ પેદાશોના ઉત્ત્।મ ઉત્પાદન બાદ સંગ્રહસ્થાનના અભાવને કારણે આર્થિક નુકસાન ન થાય તેવા ઉમદા હેતુસર રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત  જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવાના કુલ ખર્ચના ૩૦ ટકા અથવા ૩૦ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. મળવાપાત્ર સહાય પૈકી રૂ. ૧૫ હજારનો પ્રથમ હપ્તો પ્લીન્થ લેવલ સુધીની કામગીરી પૂર્ણ થયા બાદ અને અંતિમ હપ્તો (રૂ. ૧૫ હજાર) પાક સંગ્રહ સ્ટ્રકચરની સંપૂર્ણ કામગીરી સમાપ્ત થયા બાદ તેની ચકાસણી કર્યા બાદ શરતોને આધીન ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફુટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહેશે. સ્ટ્રકચરના છતની મધ્યમ ઊંચાઈ ૧૨ ફૂટ જયારે લદ્યુત્ત્।મ પાયો જમીનથી બે ફૂટ ઊંડાઈથી વધુ અને જમીનથી ન્યુનત્ત્।મ બે ફૂટ ઊંચાઈએ તૈયાર કરવાનો રહેશે. તેમાં એક દરવાજો અને એક બારી હશે.

આ યોજનાનો લાભ લેવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે ઈન્ટરનેટ સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાશે. ખેડૂતે અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેન્ક પાસબુકની વિગતો સાથે રાખવાની રહેશે. ખેડૂતોને ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી, સહી કરી જરૂરી સાધનિક કાગળો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી ખેતીને પહોંચાડવાના રહેશે. આ યોજનાનો લાભ લેવા ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી સંબંધિત કચેરીએ પહોંચાડવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે. 

સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેતપેદાશોની ગુણવત્ત્।ા જળવાઈ રહેશે તેમજ યોગ્ય સમયે તેનું વેચાણ થઈ શકશે. તેથી ખેતી વધુ નફાકારક બનશે.

(11:20 am IST)