Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિધાનસભામાં ગોવિંદભાઈ પટેલને સરકારનો જવાબ

હીરાસર એરપોર્ટ માટે સરકારે ૯૨૪ હેકટર જમીન ફાળવીઃ બાંધકામ માટે ડીટેઈલ સર્વે

ગાંધીનગર, તા. ૧૬ :. રાજકોટ ખાતે એરપોર્ટ બનાવવાની કામગીરી અંગે ભાજપના ગોવિંદભાઈ પટેલના પ્રશ્નના ઉત્તરમાં નાગરિક ઉડયન મંત્રીએ જણાવ્યુ કે રાજકોટ ખાતે કોડ 'સી' ટાઈપનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા આ એરપોર્ટ બનાવવા માટે કુલ ૯૨૪ હેકટર જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવનાર છે અને ભારત સરકારના એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા એરપોર્ટ બિલ્ડ, ઓપરેટ અને મેઈન્ટેનની કામગીરી કરવામાં આવે છે.

આ એરપોર્ટ બનાવવા માટે તા. ૭-૧-૧૯ના રોજ ગુજરાત સરકાર દ્વારા એરપોર્ટસ ઓથોરીટી ગુજરાત સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવેલ છે. ફાળવવાની થતી જમીન પૈકી હાલમા કુલ ૬૮૬ હેકટર જમીન એરપોર્ટ ઓથોરીટીને ફાળવવામાં આવે છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા કામના વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને એરપોર્ટ બાંધકામ માટે ડીટેઈલ સર્વેની કામગીરી કરવામાં આવી રહેલ છે.

(4:00 pm IST)