Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વોર્ડ નં.૯માં અઘતન લાયબ્રેરી-ભારતનગર ટાઉનશીપનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણની તડામાર તૈયારીઓઃ પદાધિકારીઓની સ્થળ મૂલાકાત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૯માં પેરેડાઈઝ હોલ સામે અદ્યતન લાઈબ્રેરી તૈયાર કરવામાં આવેલ છે. સાથોસાથ નબળા વર્ગના લોકો માટે ભારત નગરમાં પણ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ લાઇબ્રેરીનું તથા ભારતનગર ટાઉનશીપનું લોકાર્પણ ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. જે અંગેની તૈયારીને આખરી ઓપ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આજરોજ સંબંધિત સ્થળોની મુલાકાત લીધી હતી. તે વખતની તસ્વીર. આ સ્થળ મુલાકાતમાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ સ્ટેન્ડિંગ ચરમેન પુષ્કરભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમો સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, મહામંત્રી આશિષભાઈ ભટ્ટ, કમલેશભાઈ શર્મા, પ્રમુખ પ્રવીણભાઈ પાદ્યડાર, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ડે. કમિશનર ડી. જે. જાડેજા, ચેતન ગણાત્રા તથા સી. કે. નંદાણી, સિટી એન્જિીનયર અલ્પના મિત્રા, એચ યુ. દોઢિયા, સી. એમ. પંડયા, આસી. મેનેજર અમિત ચોલેરા, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ ચાલી રહેલ કામગીરી પ્રત્યક્ષ નિહાળી કામગીરી સંબધિત જાણકારી માહિતી મેળવેલ અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપેલ.

(3:43 pm IST)