Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નેશનલ ડાન્સીંગ - સ્કેટીંગમાં પસંદ થતા પૂજા હોબી સેન્ટરના બાળકો

રાજકોટ : રોલર સ્કેટીંગ-૨૦૧૯ની નેશનલ કોમ્પીટીશન જે ઔરંગાબાદમાં યોજાવાની છે. તેમાં પૂજા હોબી સેન્ટરના શૌર્ય ભાવસાર, નિસર્ગ કાગડા, પ્રેમ ગાંધી, નિર્વેદ બાવીશી, માહી દુદકીયા, ભગદેવ, ખુશી ઉનડકટ, આસ્થા અમીપરા, સીમરન તંતી, કુશ મહેતા, આર્યા કારીયા, કાવ્યા ગેરીયા, રાહી નાગવેકર, પીહુ પારેખ, ધ્યેય પીપળીયા, મૌર્ય નથવાણી, દિયાન પારેખ, હેવીલ કાલાવડીયા પસંદ થયા છે. આ બાળકો ફ્રી સ્કેટીંગ, ફીગર સ્કેટીંગ, પેર સ્કેટીંગ, રીલેરેસ, સ્પીડ સ્કેટીંગ, (કવાર્ડ - ઈનલાઈન - ટેનાસીટી) રોલબોલ તથા રોલર ક્રિકેટ જેવી અનેક ઈવેન્ટમાં ભાગ લેશે. પસંદ થનાર તમામ બાળકો આ અગાઉ પણ અનેકવાર નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલે પર્ફોર્મન્સ બતાવી મેડલ મેળવી ચૂકયા છે. આ તમામ બાળકો ડો.પૂજા રાઠોડ (ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ) દીપુદીદી તથા પુષ્પાબેન રાઠોડ પાસેથી તાલીમ લઈ રહ્યા છે. સ્કેટીંગ ડાન્સ વંદેમારતમ પણ આ બાળકો રજૂ કરશે. પસંદ થનાર બાળકોમાં ૪ વર્ષની રાહી નાગવેકર - શૌર્ય ભાવસાર, નિસર્ગ કાગડા, પ્રેમ ગાંધી, નિર્વેદ બાવીસી, માહી દુદકીયા, વિયોના ભગદેવ, ખુશી ઉનડકટ, આસ્થા અમીપરા, સીમરન તંતી, કુશ મહેતા, આર્યા કારીયા, કાવ્યા ગેરીયા, પીહુ પારેખ, ધ્યેય પીપળીયા, મૌર્ય નથવાણી, દીયાન પારેખ, હેવીલ કાલાવડીયા, વિજેતા તમામ બાળકો સીંગાપુરમાં યોજાનારી ઈન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેશે.

(3:41 pm IST)