Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કુવાડવા પોલીસે ૪૪ છાત્રા-છાત્રોને ટ્રાફિક અને તમાકુ વિશે માર્ગદર્શન આપ્યું: સાથે વોટર પાર્કની મજા

રાજકોટઃ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સ્કૂલ કોલેજના છાત્રોને ટ્રાફિક તથા તમાકુથી દૂર રહેવા બાબતે સમજણ આપવા માટે કુવાડવા રોડના ક્રિષ્ના વોટર પાર્ક ખાતે  એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં આણંદપર નવાગામની પ્રાથમિક શાળાના એમપીસીના ૨૨ વિદ્યાર્થીઓ તથા ૨૨ વિદ્યાર્થીનીઓ શિક્ષક વિરમભાઇ સાથે હાજર રહ્યા હતાં. આ તમામને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે તેમજ તમાકુ અને તેની બનાવટથી હમેંશા દૂર રહેવા માટેની સમજ અપાઇ હતી. છાત્રોએ સેમિનારમાં જ્ઞાન મેળવવા સાથોસાથ વોટર પાર્કમાં ન્હાવાની અને ભોજનની મજા પણ માણી હતી. પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી રવિમોહન સૈની, એસીપી આર. એસ. ટંડેલની સુચના અંતર્ગત પી.આઇ. એમ. આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા અને ટીમે આ આયોજન કર્યુ હતું.

(3:39 pm IST)