Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અકસ્માત વળતરના ૧૧૫ કેસોમાં ત્રણ કરોડ ૨૦ લાખનું વળતર મંજુર

તાજેતરમાં યોજાયેલ લોક-અદાલતમાં

રાજકોટ તા.૧૬: રાજકોટ ખાતે ગત શનિવાર ૧૩-૭-૨૦૧૯ના યોજાયેલ મેગા લોક અદાલતમાં જુદાજુદા ઘણા કેસોનો નિકાલ થયો તેમા અકસ્માત વળતર અંગેના ૧૧૫ કલેઇમ કેસમાં ગુજરનાર તથા ઇજા પામનારાઓના અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસમા રૂ.૩ કરોડ ૨૦ લાખનુ જંગી વળતર મંજુર કરવામાં આવેલ હતુ.

ગઇ તા.૧૩-૭-૨૦૧૯ના રોજ રાજકોટ ખાતે લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં અકસ્માત વળતરમાં ઘણા કેસોનો નિકાલ કરવામાં આવેલ હતો આ લોક અદાલતને સફળ બનાવવા શ્રી કલ્પેશ કે.વાઘેલા, રવિન્દ્ર ડી.ગોહેલ,ની ટીમે આ લોકઅદાલતમા ગુજરનારના વારસોને તથા ઇજા પામનારાઓને મળે તેમજ કલેઇમ ઝડપથી પુરો થાય તેવી દલીલો તથા રજુઆતો વિમા કંપનીમા કરી મેગા લોકઅદાલતમાં ૧૧૫ કેસમાં રૂ.૩૨૦ રૂપીયા ત્રણ કરોડ અને વીસ લાખ જેવી જંગી વળતર મંજુર કરવામાં આવેલ લોક અદાલતને સફળ બનાવવા અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસોમાં વધુમાં વધુ કલેઇમ કેસો લોકઅદઅદાલતમાં સમાધાન થાય તેવા પ્રયત્નો ઇજા પામનારના તથા ગુજરનારના વારસોના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ..

આ કામમાં રાજકોટના અકસ્માત વળતર અંગેના નિષ્ણાંત એડવોકેટ કલ્પેશ કે.વાઘેલા, રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ જે. ગોહીલ,ભાવીન આર.પટેલ, કુલદીપ પી ધનેશા, હેમંત પરમાર, અર્જુન ગઢવી, વિવેક ભાસળીયા, તથા શ્રધ્ધા અકબરી રોકાયેલ હતા.

(3:39 pm IST)