Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મોરબી પરમાણુ વિજ ઘર માટે સક્ષમ : ડો. નિલમ ગોયલ

સ્વદેશી ટેકનીકથી ઉત્પન્ન થનાર વિજળી પ્રતિ યુનિટ ફકત રૂ.૧.૨૦ માં પડે : ઓફગ્રીડ વિજળી હશે : પત્રકાર પરીષદમાં સંબોધન

રાજકોટ તા. ૧૬ : ઉર્જા મેળવવા પરમાણુ ક્ષેત્ર સરળ વિકલ્પ હોવાની વાત જનતાને સમજાવવા નિકળી પડેલ એમ્બેસેડર ભારતની પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલ અને અક્ષવિ અવેયર પ્રા.લી.ના ચીફ મેનેજીંગ ડાયરેકટર વિપ્ર ગોયલે આજે રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી હતી.

અહીં તેઓએ જણાવેલ કે ભારતમાં પરમાણું ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવા માટે સને ૧૯૭૦ થી શરૂઆત થઇ ચુકી છે. આજ સુધી ૬૭૮૦ મેગાવોટના ૨૨ પરમાણુ વિજ મથકો કાર્યરત છે. ભારત પોતાના ૬૦૦ જીલ્લામાં ૧૦૦૦-૧૦૦૦ મેગાવોટના ૬૦૦ ઓફગ્રીડ પરમારણુ વિજઘર સ્થાપવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી ભારતના ૧.૫ મીલીયન લોકોમાં પ્રતિવ્યકિત પ્રમાણે ૩૦૦૦ યુનિટ વિજ માંગ પૂર્ણ કરી શકાશે.

ભારતમાં પરમાણુ વિજળીઘર તેમજ  અર્થવ્યવસ્થા ઉપર સંશોધન કરી રહેલ ડો. નિલમ ગોયલે જણાવેલ કે ભારત આજે મોરબીમાં ૫૦૦-૫૦૦ મેગાવોટના બીજા ચરણવાળા પરમાણુ વિજ ઘર સ્થાપવાની ક્ષમતા રાહે છે. આ પરમાણુ ઘર એક ખુબસુરત મોલ જેવા હશે. જેનાથી કોઇપણ પ્રકારની વિકીરણની સમસ્યા ઉભી નહી થાય. કોઇ રેડીયો એકટીવ વેસ્ટની સમસ્થા નહીં થાય.

તેઓએ જણાવેલ કે આ સ્વદેશી ટેકનીકથી ઉત્પન્ન થનાર વિજળી પ્રતિ યુનિટ રૂ.૧.૨૦ પૈસામાં પડશે. રાજય સરકારની રૂ.૧.૭૫ પ્રતિ યુનિટ ખરીદ કરેને રૂ.૨.૦૦ પ્રતિ યુનિટ સુધી મોરબીના કારોબારીઓને પુરી પાડી શકશે. આ ઓફગ્રીડ વિજળી હશે. અર્થાત તેમાં ટ્રાન્સમીશન, છીજત, ચોરી જેવા વેસ્ટ નહી હોય.

અહી પરમાણુ સહેલી નિલમ ગોયલે જણાવેલ કે ભારત ઘણી પાર્ટીઓ વાળો પ્રજાપતંત્રિક દેશ છે. જેમાં દરેક સંગઠનો પોત પોતાના સિધ્ધાંત અને વિચારો ધરાવે છે. ત્યારે મોરબીની ક્ષેત્રીય જનતાને જાગૃત કરવાનો અમારો વિનમ્ર પ્રયા છે.

અહીં વિપ્ર ગોયલે પણ રાજસ્થાન અને ગુજરાત રાજયમાં પાણીની એકધારી વિતરણની મહત્વપૂર્ણ યોજનાઓની માહીતી આપી હતી. સાથો સાથ તેમણે જણાવેલ કે અમેરીકા, જાપાન, જર્મની, યુ.કે. જેવા દેશન વિકાસની ચરમસીમા પર પહો઼ચીને સેચ્યુરેશનની પરીસ્થિતીમાં છે. ચીને પણ છેલ્લા બે દસકામાં આશ્ચર્ય પ્રમાણે તેવી ઉન્નતી કરી છે. જયારે ભારતના નાના નાના ગામો તાલુકાઓમાંથી લઇ શહેરો સુધી સતત ઉન્નતીની અસર હજુ બાકી છે. ભારતમાં ઉર્જા તેમજ પાણીના એકધારા વિતરણથી અર્થવ્યવસ્થા ગુણાત્મક દિશામાં આગળ વધી શકાશે. રોજગારીના દ્વાર પણ ખોલી શકાશે.

તસ્વીરમાં પરમાણુ ઉર્જા અંગેની વિગતો પત્રકાર પરીષદમાં વર્ણવી રહેલ ડો. નિલમ ગોયલ અને વિપ્ર ગોયલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)