Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

યાર્ડ પાસે મંછાનગરમાં લવમેરેજ કરનાર નવોઢા કાજલનું દાઝી જવાને કારણે મોત

મોકાદળની કોળી યુવતિએ રાજકોટના રબારી યુવાન સાથે લગ્ન કર્યા'તા

રાજકોટ તા. ૧૬: જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતી કાજલબેન જગાભાઇ આલ (ઉ.૨૧) નામની પરિણીતા ૧૪મીએ દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કાજલબેન રસોઇ બનાવતી હતી ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. મૃતક યુવતિના આઠ માસ પહેલા જ લવમેરેજ થયા હતાં. તેણીના પિતા બચુભાઇ બાવળીયા (કોળી) ચોટીલાના મોકાદળ ગામે રહે છે. પતિ જગાભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)