Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ICSI દ્વારા યુનિક ડોકયુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર લોન્ચ

રાજકોટ તા. ૧૬ : ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડીયા દ્વારા 'યુનિક ડોકયુમેન્ટ આઇડેન્ટીફીકેશન નંબર' લોન્ચ કરવામાં આવેલ છે.

સ્વ-શાસનની ઉચ્ચ સમજને આગળ વધારવા અને પ્રેકિટસીંગ કંપની સચિવોના વ્યવસાયને મજબુત બનાવવાના પ્રયાસરૂપે ભારતીય કંપનિી સચિવ સંસ્થાને આ અનન્ય પહેલ કરી છે. જેમાં સર્ટીફીકેશન, એટેસ્ટેશન સેવાઓની નોંધ જાળવવાની સરળતા પુરી પાડવી, વિવિધ પ્રકારના નકલી સર્ટીફીકેશન/એટેસ્ટેશન રોકવા, તેની સંખ્યાની મર્યાદાનું પાલન સુનિશ્ચિત કરવુ, હસ્તાક્ષરીત અથવા પ્રમાણિત દસ્તાવેજોની પ્રમાણિકતા ચકાસવા સહીતની કામગીરી થશે.

આઇ.સી.એસ.આઇ.ના પ્રેસીડેન્ટ સી.એસ. રણજીત પાંડેએ જણાવ્યુ છે કે આ મિકેનિઝમ હેઠળ પ્રેકિટસીંગ કંપની સેક્રેટરીઝ દ્વારા પ્રમાણિત દરેક દસ્તાવેજની ઓળખ માટે ન્યુમેરીક નંબર બનાવવામાં આવશે. જે ખાતરી પૂર્વક વિશ્વાસ વધારવાનું કાર્ય કરશે.

ICSI UDIN, CS દ્વારા સહી અથવા સર્ટી ફાઇડ થયેલ ઇન્ફોર્મ સિવાયના દરેક દસ્તાવેજો માટે ૧ ઓકટોબર ૨૦૧૯ થી ફરજીયાત રહેશે. તેમ ઓફીસ ઇન્ચાર્જ અરીત્રા કરમાકર (૦૨૮૧-૩૦૫૯૬૪૬) ની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)