Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હિમાચલના નવા રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર સાથે રાજકોટની યાદગાર પળો

રાજકોટઃ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા શ્રી કલરાજ મિશ્રની વરણી થઈ છે. કલરાજજી ૩-૧૨-૨૦૦૯ના રાજકોટ મહેમાન બન્યા હતા.

જાણીતા ધારાશાસ્ત્રી તથા ભારતીય લો-કમિશનના ચેરમેન શ્રી અભયભાઈ ભારદ્વાજની પુત્રી ચિ. 'આશ્કા'ના લગ્નમાં ખાસ હાજરી આપવા તેઓ રાજકોટ આવેલ. ઉ.પ્ર.ના રાજકારણમાં કલરાજજીનું ખૂબ મોટું નામ છે. ભાજપના તેઓ ખૂબ ઉંચા ગજાના અગ્રણી છે. તેમની હિમાચલ પ્રદેશના ગવર્નરપદે નિમણૂંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. શ્રી અભયભાઈને ત્યાં લગ્ન પ્રસંગે આવેલ તે સમયની યાદગાર પળો... તસ્વીરોમાં શ્રી અભયજીને ભેટી પડેલા શ્રી કલરાજ મિશ્ર, અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આત્મિય પળો, નવદંપતિને આશિર્વાદ આપી રહેલા અને કિરીટભાઈ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અભયભાઈ, સ્વ. અશોકભાઈ ભટ્ટ, નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી વિગેરે અગ્રણીઓ સાથે શ્રી કલરાજ મિશ્ર નજરે પડે છે.

(3:37 pm IST)