Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્પર્ધા

મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાલ ભવન ખાતે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય સદર બજારની ધો. ૯થી ૧રની વિદ્યાર્થીનીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો. જેમાં સાડી પરિધાનમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ મોરી નિકીતા, દ્વિતિય મકવાણા ભૂમિકા અને ચતુર્થ ખુમાણ નેહા, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ પઠાણ અનીશા તેમજ ચતુર્થ ખખ્ખર રિન્કી, વકતૃત્વ સ્પર્ધામાં માધ્યમિક દ્વિતિય રબારી હેતલ, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં તૃતિય સ્થાન પંડયા દેવાંશી, મહેંદી સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મંડલ સરસ્વતી હેર સ્ટાઇલ સ્પર્ધામાં માધ્યમિકમાં પ્રથમ મંડલ તુલસી, ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ મુળાશિયા પૂજાએ નંબર પ્રાપ્ત કર્યા હતાં. ભાગ લેનાર તેમજ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

(3:34 pm IST)