Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઘરેલુ હિંસાની ફરીયાદમાં ભરણપોષણ, મકાનભાડુ નુકશાન વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૬  : ડોમેસ્ટીકની ફરીયાદમાં પત્ની બાળકને ભરણપોષણ મકાનભાડુ તથા નુકશાન વળતર ચુકવવાનો આદેશ અદાલતે કર્યો હતો.

અહીંના કોઠારીયા મેઇન રોડ પર આવેલ હુડકો કવાર્ટરમાં રહેતી પરણીતા કૃતીકા બહેન ના લગ્ન વાંકાનેર રહેતા પતી ધવલભાઇ જનુભાઇ મહેતાની સાથે સને ૨૦૧૪ની સાલ માં થયા હતા અને લગ્ન જીવનથી તેને એક પુત્રનો જન્મ પણ થયેલો હતો.

પરિણિતા પાસે આવકનું કોઇ સાધન ન હોઇ અને  તેના પર ઘરેલું હીંસા સાસરામાં આચરવામાં આવેલ હોઇ પરણીતાએ રાજકોટ આવી પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફોજદારી અદાલતમાં (૧) પતી ધવલ જનુભાઇ મહેતા,(ર) સાસુ રંજનબેન જનુભાઇ મહેતા,(૩) તથા ફઇજી સાસુ મનુબેન જેન્તીભાઇ મહેતા સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે પરણીતાના વકીલ શ્રી અંતાણીએ અદાલતમાં લંબાણ પુર્વકની દલીલો રજુ કરેલ હતી અને આ તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની અદાલતે અરજદાર કૃતીકા બહેનને તેના વાંકાનેર રહેતા પતી એ અરજીની દાખલ તારીખથી એટલેકે તા. ૨૫/૧/૧૭ થી પતીએ નીયમીત માસીક રૂા ૭૦૦૦/- તથા સગીર સંતાનને માસીક રૂા ૨૦૦૦/- મળી માતાપુત્રને માસીકરૂ. ૯૦૦૦/- ભરણ પોષણના ચુકવવાનો હુકમ કરેલ હતો અને સાથે  અરજીની  દાખલ તારીખથી પતીએ પરણીતાને માસીક રૂા૧૦૦૦/- મકાન ભાડા પેટે ચુકવવાનો હુકમ કરેલ છે, તથા પરણીતા કૃતીકા  બહેનને જે માનસીક નુકશાની ગયેલ છે તેના પતીએ અલગથી રૂા ૧૦,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ છે તથા અરજી ખર્ચના રૂ.૨૦૦૦/- અલગથી ચુકવવાનો પતી ને હુકમ કરેલ છે  અને આ રકમ અરજીની દાખલ તારીખથી મળેલ હોઇ જેથી અરજદાર તેના પતી પાસેથી નાણાકીય રાહતો મળી રૂ. ૩,૧૨,૦૦૦/- ત્રણ લાખ બાર હજાર વસુલવા હક્કદાર બનેલ હતી જેથી તેણે રાહતનો દમ લીધેલ હતો.

ઉપરોકત કેસમાં અરજદાર કૃતીકા બહેન વતી એડવોકેટ સંદીપ કે અંતાણી તથા સમીમ કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:34 pm IST)