Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

છેતરપીંડી વિશ્વાસઘાત કરી ખુનની ધમકી આપતા કોર્ટમાં ફરીયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ, તા., ૧૬: જામખંભાળીયાના દેવણંદ ભીમસીંગ બેલા સામે વિશ્વાસઘાત છેતરપીંડી આચરી જાનથી મારી નાખવા સબબ કોર્ટે ફરીયાદ મંજુર રાખી આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કર્યુ હતુ઼.

આ બનાવની ટુંક હકીકત એવી છે કે રાજકોટના રહીશ અમીત નરેન્દ્રભાઇ ઠાકર (ધ ગ્રાન્ડ ઠાકર લોજવાળા) એ પોતાની માલીકીની ઇકો ફોર્ડ કાર જેના રજી. નં. જીજે૦૩ એફકે ૯૭૧પ છે તે કાર રાજકોટના સાઇ કારવાળા પરેશભાઇ હસ્તક જામ ખંભાળીયાના દેવણંદભાઇ ભીમસીંગભાઇ બેલાને રૂ. ૮૮૧૦૦૦ (અંકે રૂપીયા આઠ લાખ એકયાસી હજાર)માં વેચાણ કરવાનો સોદો નક્કી કરેલ જેમા઼ પ્રથમ પોતાનો વિશ્વાસ સંપાદન કરવા દેવણંદભાઇએ રૂ. પ૦,૦૦૦ સુથી પેટે કાર બ્રોકર પરેશભાઇ હસ્તક મોકલાવેલ ત્યાર બાદ રૂ. ૪,પ૦,૦૦૦ (ચાર લાખ પચાસ હજાર) ચુકવી કારની ડીલીવરી લઇ ગયેલ અને બાકી રહેતી રકમ બેન્ક લોનનું એનઓસી આવી ગયા બાદ ચુકવવાનું જણાવેલ અને કારની ડીલીવરી લેતી વખતે બંન્ને પાર્ટી વચ્ચે  કાર વેચાણ અંગે નોટરાઇઝડ લખાણ પણ કરવામાં આવેલ હતું. પરંતુ ૮૭ હજારનો ચેક પાછો ફરતા કાર પરત આપી દેવા ખુનની ધમકી આપી હતી.

ઉપરોકત બાબત અંગે અમીતભાઇ ઠાકરે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે લેખીત ફરીયાદ આપેલ પરંતુ પોલીસે ફરીયાદ નોંધેલ નહી જેથી ફરીયાદી અમીતભાઇએ તેમના વકીલશ્રી સંજય એચ.પંડીત મારફત કોર્ટમાં ફરીયાદ કરતા કોર્ટે ફરીયાદીના એડવોકેટની દલીલો અને રજુ રાખેલ તથ્યોને ગ્રાહ્ય રાખી આરોપી ભીમસીંગ બેલા વિરૂધ્ધ સી.આર.પી.સી.ની કલમ ર૦૪ મુજબ સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કામે ફરીયાદી વતી ધારાશાસ્ત્રી સંજય એચ.પંડીત રોકાયેલ છે.

(3:34 pm IST)