Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાઇઝીંગ હિમાચલ પ્રદશ સમીટ માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને નિમંત્રણ

રાજકોટ : હિમાચલ પ્રદેશના સર્વાંગી વિકાસ અર્થે વાયબ્રન્ટ ગુજરાત મોડેલને અનુલક્ષીને આગામી નવેમ્બર માસમાં રાઇઝીંગ હિમાચલ પ્રદેશ સમીટનું આયોજન કરાયુ છે. આ આયોજનને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રીશ્રી જયરામ ઠાકુર વિદેશ પ્રવાસો કરી વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. જેના ભાગરૂપે આ પ્રતિનિધિ મંડળે અમદાવાદની મુલાકાત લઇ રોડ શો યોજી માહીતી રજુ કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં જય રામ ઠાકુરની સાથે બીક્રમ સીંઘ, બી. કે. અગ્રવાલ, મનોજકુમાર, શ્રીરામ સુભાગ સીંઘ, હંસરાજ શમા વગેરે સાથે જોડાયા હતા. રોડ શો દરમિયાન સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને હિમાચલ પ્રદેશની વિકાસ યાત્રામાં જોડાવા અને સમજુતી કરાર પર હસ્તાક્ષર કરાવાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:33 pm IST)