Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટીક ઉપયોગ માટે ૩૮ વેપારીઓને ૯૭૦૦નો દંડ

પ્લાસ્ટીક કપ-ચમચી તથા પ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત

રાજકોટ, તા. ૧૬ : શહેરના રાજમાર્ગો પર જાહેરમાં ગંદકી તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઉપયોગ માટે મ્યુ. કોર્પોરેશનની ચેકીંગ સ્કવોડે કુલ ૩૮ વેપારીઓને ૯૭૦૦નો દંડ ફટકાર્યો હતો.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી જાહેરમાં કોઇ૫ણ સ્થળે કચરો ફેકવા ૫ર પ્રતિબંદ્ય કરેલ હોવા છતા અમુક આસામી/દુકાનદારો દ્વારા જાહેર રસ્તામાં, મુખ્ય માર્ગોમાં કચરો, એંઠવાડ,  ફેકવામાં આવતા અને સીંગલ યુજ પ્લાસ્ટીક બાબતે નિચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ સીંગલ યુઝ પ્રતિબંદ્યીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ હતું.

વન વીક વન રોડ સફાઇ ઝુંબેશના ભાગ રૂપે મ્યુ. કમિશ્નરના આદેશ અન્વયે વેસ્ટ ઝોન ખાતે આવેલ કાલાવડર રોડ ૫ર આજરોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલાવડ રોડ વિસ્તાર ની સફાઇ કુલ ૧૮ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર સાથે રાખીને ઝુંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ છે.

ઉપરાંત કાલાવડર રોડ વિસ્તાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને સીંગલ યુજ પ્લાસ્ટીક અને પ્રતિબંદ્યીત પ્લાસ્ટીકનો વ૫રાશ કરવા સબબ કુલ ૩૮ આસામીઓ પાસેથી કુલ રૂપીયા ૯,૭૦૦/- (નવ હજાર સાતસો પુરા) વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ ૫.૫ કીલો પ્રતિબંદ્યીત પ્લાસ્ટીક તેમજ ૧૨૦ નંગ પ્લાસ્ટીક ગ્લાસ, ક૫ અને ચમચી જપ્ત કરી  સીંગલ યુઝ પ્લાસ્ટીક રાખવા સબબ વહિવટી ચાર્જ વસુલ કરેલ હતો.   

ઉ૫રોકત કામગીરી કમિશ્નરશ્રી તેમજ નાયબ કમિશ્નરશ્રી જાડેજા સાહેબ ના આદેશ અન્વયે નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની  દેખરેખમા મદદનીશ ૫ર્યાવરણ ઇજનેર રાકેશ શાહ, ભાવેશ ખાંભલા ની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર કેતન અને સેનેટરી ઇબ. ઇન્સ્પેકટર નિલેષભાઇ, નિતીનભાઇ, ભાવેશભાઇ, બાલાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:31 pm IST)