Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ઓગષ્ટમાં હેલ્ધીબેબી કોમ્પિટીશન યોજાશેઃ ૮૦૦ બાળકો ભાગ લેશે

આ વખતે મમ્મીઓ માટે પણ બે કેટેગરીનો સમાવેશઃ ભાગ લેનાર અને વિજેતા બાળકોને ઇનામો અપાશે

રાજકોટઃ તા.૧૬, જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા નવ વર્ષથી હેલ્ધીબેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે. જે આ વર્ષે પણ સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાશે. આ કોમ્પીટીશન ફકત ૧ થી ૬ વર્ષના બાળકો માટે રહેશે અને આ કોમ્પીટીશનમાં કુલ ૭ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૧) હેલ્ધી હેર બેબી, (૨) હેલ્ધી બેબી, (૩) બ્યુટીફુલ આઇઝ બેબી, (૪) ફેન્સીબેબી, (૫) કયુટબેબી, (૬) બ્યુટીફુલ મેચીંગ ડ્રેસીંગ મોમ વીથ બેબી, (૭) બ્યુટીફુલ મોમ વીથ બેબી,

આ ૭ કેટેગરીમાં અલગ અલગ કેટેગરીવાઇઝ જજ સેવા આપશે. દરેક બાળકને પ્રોત્સાહન પુરસ્કાર તરીકે રૂ.૫૦૦ની રીર્ટન ગીફટની એક કીટ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

કોમ્પીટીશન સ્ટર્લીંગ હોસ્પિટલ (૧૫૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક પાસે) ખાતે ૧૧ ઓગષ્ટના સવારે ૯ વાગ્યાથી યોજાશે.

ફોર્મ મેળવવાનું  સ્થળઃ શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ સોસાયટી-૨, યુનિ. રોડ, ફોનનં.(૦૨૮૧) ૨૫૮૩૦૦૩, (૨) કીડઝી પ્લેહાઉસ, ગુરૂકુલ ઢેબર રોડ સામે મો.નં. ૮૧૪૧૯૨૭૫૫૪ (૩), રઘુવીર ટોઇઝ શોપ નં. ૩, કિલ્લોર કોમ્પ્લેક્ષ, કભીભી બેકરી પાસે, અમીન માર્ગ, મો.૯૯૦૯૦ ૦૦૭૨૮, (૪) સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, નાણાવટી, રાજકોટ ફોન (૦૨૮૧) ૩૯૪૪૧૧૧૧, (૫) નીલ ડીજીટલ કલબ લેબ, ૮૦ ફુટ રોડ, મેઘાણી રંગભવન સામે ભકિતનગર સર્કલ રાજકોટ (૬) બેબીલેન્ડ, ૪ કડીયાનવલાઇન કોર્નર, ઘી કાંટા રોડ, રાજકોટ ફોનનં. ૦૨૮૧-૨૨૪૦૪૪૭, (૭) શીતલ સ્પોર્ટસ, ૧૦૪ બીઝનેશ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, (૮) શ્રીજી એન્ટરપ્રાઇઝ, બી-૩૦૩, પુજા કોમ્પ્લેક્ષ, હરીહર ચોક, સદર બજાર, રાજકોટ, (૯) 'સંદેશ' પ્રેસ, સત્યેશ ભવન, મોટી ટાંકી, ચોક સદર બજાર, રાજકોટ

ફોર્મ પરત કરવાના સ્થળઃ બેબીલેન્ડ '' દ્વારકેશ '', પંચવટી સોસાયટી હોલ સામે, રાજકોટ મો.૯૪૦૯૦ ૧૮૨૬૭, (૨) બેબીલેન્ડ બીઝનેશ ટર્મીનલ શોપ નં.૩, નાના મવા મેઇન રોડ, શાસ્ત્રીનગર સામે, રાજકોટ મો.૯૪૨૯૩ ૩૭૩૧૧

સ્પર્ધાનું સ્થળઃ સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક, રાજકોટ તા.૧૧ ઓગષ્ટ રવિવાર સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી(૨) એવોર્ડ સેરેમની સ્થળઃ હેમુ ગઢવી મોટો હોલ, ટાગોર રોડ રાજકોટ તા.૧૩ ઓગષ્ટ બપોરે ૨:૩૦ થી ૬:૩૦, (૧થી૬ વર્ષના બાળકો માટે) આ સ્પર્ધા વધારે  માહિતી માટે ફોન.નં. (૦૨૮૧) (૨૫૮૩૦૦૩) અશ્વિન ચંદારાણા ૯૮૨૫૩ ૧૪૪૪૩, રચના રૂપારેલ ૭૦૧૬૭ ૭૫૬૨૮, ગીરીશ ચંદારાણા ૯૮૨૫૧ ૫૭૮૨૧, મનીષ પલાણ ૯૮૨૫૭ ૫૫૬૯૧, વિશાલ પંચાસરા ૯૯૨૫૯ ૧૩૧૨૨, ચિરાગ દોશી ૯૦૩૩૦ ૯૦૦૯૦નો સંપર્ક કરવો.

તસ્વીરમાં જેસીઆઇ રાજકોટ યુવાનો આગેવાનો સર્વશ્રી રચના રૂપારેલ, શીલુ ચંદારાણા, રીમા શાહ, ક્રિના માંડવીયા, ચીરાગ દોશી, રાખી દોશી અને ખ્યાતિ પાટોડીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:21 pm IST)