Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જમીન વિહોણા પરિવારોને ન્યાય અર્થે કાલે કોટડા સાંગાણીમાં યુવા ભીમ સેનાની મીટીંગ

રાજકોટ તા. ૧૬ : યુવા ભીમ સેના દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા તાલુકાના ગામોમાં વસતા અનુ.જાતીના જમીન વિહાણા પરિવારોને રહેણાંક તથા ખેતી લાયક જમીન મળી રહે તે માટે સરકાર સાથે પરમર્શ કરવામાં આવી રહેલ છે. આ અભિયાનના ભાગરૂપે કાલે તા. ૧૭ ના બુધવારે કોટડા સાંગાણી ખાતે મીટીંગ યોજેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. ડી. સોલંકીએ જણાવેલ કે અનુ.જાતિના જમીન વિહોણા પરીવારોને ન્યાય અપાવવા અમોએ આ અભિયાન હાથ ધરેલ છે. જેના ભાગરૂપે કાલે તા. ૧૭ ના કોટડા સાંગાણીના દાસી જીવણ સાહેબના મંદિરે મીટીંગ યોજેલ છે. જેમાં તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા અનુ.જાતિ પરિવારોને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

ખેતી લાયક જમીન કે સરકારી પ્લોટ ન હોય અથવા હોય તો કોઇના અન્ય કબ્જામાં હોય, જમીન ખાલસા થઇ હોય, સાથણીમાં જમીન મળી હોય પરંતુ તંત્ર દ્વારા કબ્જો સોંપાતો ન હોય વગેરે પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા ભીમ સેનાના ભનુભાઇ ચૌહાણ, આંબાભાઇ દાફડા, મુકેશભાઇ ચાવડા, મનીષભાઇ દાફડા, મનોજભાઇ દાફડા, ભરતભાઇ સાગઠીયા, નીતીનભાઇ સાગઠીયા અને ડી. ડી. સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:20 pm IST)