Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વૃંદાવન પાર્કમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો : આઠ મહિલાની ધરપકડ

આકાશવાણી ચોક પાસે પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયા

રાજકોટ, તા. ૧૬ : અંકુરનગર મેઇન રોડ પર વૃંદાવન પાર્કમાં રહેતી પટેલ મહિલાના મકાનમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાઓને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ. ચંપાવત તથા મયુરસિંહ તથા કુલદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે બાતમીના આધારે અંકુરનગર મેઇન રોડ પર વૃંદાવન પાર્ક શેરી નં.૧માં રહેતી જયોત્સના અશોકભાઇ ઠીંગાણી (ઉ.વ.૪૯) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતી મકાનમાં રહેતી જયોત્સના, ગોંડલ ચોકડી પાસે કલ્પવન ફલેટ કોપર ફલેટ નં.૧૦૧માં રહેતી ભાવિકા મનીષભાઇ ભાડજા (ઉ.વ.૩પ), દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૧ની શીતલ અશીષભાઇ ધાનક (ઉ.વ.૩૬), વૃંદાવન સોસાયટી-૧ની ગીતા ચંદુભાઇ દુદાણી (ઉ.પ૮), કણકોટ રોડ ડ્રીમ સીટી ફલેટ ડી/૭૦રની તૃપ્તી મુકેશભાઇ ભીમાણી (ઉ.વ.૪૦), વૃંદાવન સોસાયટી-૧ની ઉર્મિલા રમણીક ઉર્ફે લાલજીભાઇ મકવાણા (ઉ.વ.પપ), હર્ષા રતીભાઇ કંટારીયા ઉ.વ.પ૩) અને બીગબજાર પાસે ન્યુ મારૂતી પાર્ક શેરી નં. રની કોમલ દીપભાઇ ભીમાણી (ઉ.વ.ર૬) ને પકડી લઇ રૂ. ૧૦,૬૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આચાર્ય તથા ડી-સ્ટાફના પીએસઆઇ એમ.વી. રબારી, હરેશભાઇ, હરપાલસિંહ, રાજેશભાઇ મીયાત્રા, પુષ્પરાજસિંહ તથા મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે બાતમીના આધારે આકાશવાણી ચોક પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા ઇલ્યાસ મહંમદભાઇ (ઉ.વ.૩૯) (રહે. રામનાથપરા), વિજય પ્લોટનો ગોપાલ સુમેરલાલ સૂર્યવંશી (ઉ.વ.૪૪), રવિ રેસીડેન્સીનો નિલેષ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૪ર), લક્ષ્મીનગરનો નિલેષ હસમુખભાઇ પોપટ (ઉ.વ.૩૯) તથા માધાપરનો નીતિન કનૈયાલાલ સંઘાણી (ઉ.વ.પ૩)ને પકડી લઇ રૂ. ર૩,૭પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:19 pm IST)