Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પોલીસની ગાંધીગીરીની ફળશ્રુતિ : હેલ્મેટ પહેરવા માટે નહિં, દેખાડવા માટે!

સગવડીયુ સમાધાન : શહેર પોલીસે એક દિવસ હેલ્મેટ માટે ઝુંબેશ ચલાવી આકરો દંડ વસૂલતા ટુ વ્હીલર્સ ચાલકો હેલ્મેટ પહેરતા થઈ ગયેલા. બીજા દિવસે પોલીસે ગાંધીગીરી (નરમ વલણ) અપનાવતા વાહનચાલકો પર તેની સીધી અસર જોવા મળેલ. હેલ્મેટ પહેરવાના બદલે માત્ર ભેગુ રાખવાનું શરૂ કરેલ. હેલ્મેટ વાહનવાળાની સલામતી માટે છે પોલીસે એના માટે કાયદાનો દંડો ઉગામવો પડે તે સમાજની તસ્વીર છે. હેલ્મેટની બાબતમાં પોલીસના દબાણ કરતા લોકોની જાગૃતિ વધુ જરૂરી છે. અકસ્માત થાય ત્યારે પહેરેલી હેલ્મેટ ઉપયોગી થાય છે. ટુ વ્હીલર્સ પાછળ બાંધેલી કે પાછળ બેઠેલાને હાથમાં આપેલી નહિં.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:19 pm IST)