Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મેઘરાજા વરસો, પંચનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના

રૂપાવટી શ્રી શામળાબાપા આશ્રમના ગાદીપતિ પૂ.મોહનદાસબાપુ અને રાજુ ધ્રુવની ઉપસ્થિતિ

રાજકોટઃ સંત  પૂ. શામળાબાપા આશ્રમ રૂપાવટી તા.ગારીયાધારનાં ગાદીપતિ પૂજય સંત શ્રી મોહનદાસબાપાએ રાજકોટનાં ઐતિહાસિક  તપોભૂમિ પંચનાથ મહાદેવનાં ભાવિકો સાથે દર્શન કર્યા હતા. આ તકે પૂ. સંતશ્રી મોહનદાસ બાપા સાથે પંચનાથ મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ જોડાયા હતા. પૂ. સંત શ્રી મોહનદાસબાપાએ મહાદેવના ચરણોમાં મંદિરના પરિસરમાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ કરી આધ્યાત્મિક વાતાવરણ સર્જયું હતું. સંતે સત્સંગી ભાવિકો સાથે પરમકૃપાળુ પંચનાથ મહાદેવને વિશ્વશાતિ સાથે સર્વસમાજનું કલ્યાણ કરવા અને મેઘરાજા ને વરસાવવા પ્રાર્થના કરી હતી. ચોમાસુ હોવા છતાં જરૂરી વરસાદ વરસ્યો નથી તેથી  વરૂણદેવ સૌરાષ્ટ્રની તરસી ભૂમિ પર મુશળધાર વરસાદ વરસાવે તેવા આશીર્વાદ માંગ્યા હતા. આ તકે પંચનાથ મંદિરના વિદ્વાન પૂજારીઓએ ધાર્મિક મંત્રોચ્ચાર દ્વારા પૂ. શ્રી મોહનદાસબાપા તથા ભકતજનો ના સત્સંગ માં વાતાવરણને ધર્મ ભકિતમય બનાવ્યુ હતું. સંત શિરોમણી પૂ. શામળાબાપા આશ્રમ રૂપાવટી તા.ગારીયાધારનાં ગાદીપતિ પૂજય સંત શ્રી મોહનદાસબાપા પંચનાથ મહાદેવનાં દર્શનાર્થે આવ્યા હોઇને પંચનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ અને શહેર ભાજપ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ, વાસનતભાઈ જસાણી,રૂપાવટી આશ્રમ ના ટ્રસ્ટી મહુવા ના અશોકભાઈ ગાંધી,ભાવનગર નાઙ્ગ ઈશ્વરભાઈ ડોડીયા, મહુવા થી દિનેશભાઇ શ્રીમાંકર, ભરતભાઇ મુંજયાસરા, પ્રકાશભાઈ મીઠાણી,  શશીભાઈ મુંજયાસરા, જગદીશભાઈ રઘાણી, રાજુભાઈ લોટિયા,  કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, ભાવેશભાઈ માધાણી,  જીજ્ઞેશભાઈ લોટિયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(1:30 pm IST)
  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • મુંબઈમાં ૪ માળનું મકાન તૂટી પડ્યુ : ૫૦ લોકો દબાયા છે : મુંબઈ : ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી : ૫૦થી વધુ લોકો દબાયા હોવાની આશંકા : એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે access_time 1:21 pm IST

  • બિહારના ૧૨ જિલ્લા પાણીમાં દરભંગામાં ભયાનક સ્થિતિ : પુરથી બેહાલ બન્યુ બિહાર : ૧૨ જિલ્લા થયા પુરગ્રસ્ત : સરકારે પુરમાં ૨૪ લોકોના મોતની કરી પુષ્ટિ : દરભંગામાં જોવા મળ્યા પુરના ભયાનક દૃશ્યોઃ ધસમસતા પૂરે પુલ-વે લીધો બાનમાં : લોકો જીવના જોખમે આ નજારો જોવા ઉમટ્યા access_time 3:25 pm IST