Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સૂર્યા રામપરા ગામમાં બહેનની છેડતી કરનારને ટપારતાં હર્ષદ કુમારખાણીયા પર છરીથી હુમલો

કોળી યુવાનને ગામના જ કરણ કોળીએ છાતીમાં ઘા ઝીંકી દીધો

રાજકોટ તા. ૧૬: કુવાડવા તાબેના સૂર્યારામપરા ગામમાં રહેતાં અને ઇમિટેશનની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હર્ષદ રમેશભાઇ કુમારખાણીયા (ઉ.૨૦) નામના કોળી યુવાનને રાત્રે દસેક વાગ્યે ગામના જ કરણ ઝાલા નામના કોળી યુવાને છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

હર્ષદના કહેવા મુજબ તેની સગીર બહેનની કરણ ઘર પાસેથી નીકળી અવાર-નવાર છેડતી કરી જતો હોઇ આ બાબતે તેને ઠપકો આપતાં મનદુઃખ હતું. ગત રાતે પણ તે શેરીમાંથી છેડતીના ઇરાદે નીકળતાં તેને ટપારતાં છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)