Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજકોટમાં રાત્રે ૧૧-૩૦ સુધીમાં પાંચ ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો : ભાદર-1માં એક ફૂટ નવા નીરની આવક

નીચાળવાળા વિસ્તારો ખાલી કરાવવા કાર્યવાહી : મ્યુનિ. કમિશનર પાની ફિલ્ડમાં નીકળ્યા : મેયરે બીનાબેને કનક રોડ ફાયર બ્રિગેડ સ્ટેશને ચાર્જ લીધો : મહિલા કોલેજ અંડરબ્રિજ, લક્ષ્મીનગર અને પોપટપરા નાલું તેમજ રેલનગર અન્ડરબ્રીજમાં પાણી ભરાયા : તંત્ર દ્વારા સતત મોનીટરીંગ

રાજકોટ : રાજકોટમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણીની નદીઓ વહેતી થઇ હતી રાત્રે છેલ્લા ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તંત્ર સતર્ક બની રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરી હતી રાજકોટ મ્યુનિ,કમિશનર બંછાનીધી પાનીએ શહેરમાં રાઉન્ડ કરીને ફિલ્ડમાં નીકળ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  મેયર બીનાબેન આચાર્યએ ભારે વરસાદને પગલે કનક રોડ ફાયર બ્રિગેડ સ્ટેશને પહોંચ્યા હતા અને ચાર્જ સાંભળ્યો હતો અને ફરિયાદના નિકાલમાં ત્વરિત કામગરીને વેગ આપ્યો હતો મોડીરાત્રે હજુ પણ વરસાદ ચાલુ છે અવિરત વરસાદને પગલે તંત્ર દ્વારા નીચાળવાળા વિસ્તારોનું સતત મોનીટરીંગ કરાઈ રહયું છે.
 રાજકોટમાં રાત્રે ભારે વરસાદને કારણે નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ,લક્ષ્મીનગર નાલૂ ,પોપટપરા નાલુ અને રેલવે અન્ડરબ્રીજમાં પાણી ભરાયા હતા.

  આ લખાય છે ત્યારે હજુ પણ જોરદાર વરસાદ ચાલુ છે. અવિરત વરસતા વરસાદને પગલે રસ્તાઓ હજુ રસતરબોળ રહ્યાં છે.

(1:01 am IST)