Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

છાત્રાઓ સક્ષમ- સશકત કેવી રીતે બનશે? કોર્પોરેશન દ્વારા સ્માર્ટ ગર્લ્સ વર્ક શોપ

 રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં ઙ્કસ્માર્ટ ગર્લ્સઙ્ખ વર્કશોપનો શુભારંભ રાજકોટ શહેર ભાજપના પ્રભારી  અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરાયો. અભ્યાસ કરતી અને તરુણાવસ્થામાં પહોંચતી વિદ્યાર્થીનીઓ ધણી વખત છેતરામણી અને લાલચનો ભોગ બને છે. અને ખુબજ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિદ્યાર્થીનીઓ સક્ષમ, આત્મબળ વધે, અને સશકત બને, તેવા શુભ આશયથી સ્માર્ટ ગર્લ્સ વર્કશોપ શરૂ કરેલ છે. આ વર્કશોપમાં ભારતીય જૈન સંગઠનના રાજકોટ સ્થિત પ્રતિનિધિ દર્શનાબેન પંડયા દ્વારા જુદા-જુદા વિષયો પર તાલીમ આપશે. આ કોર્ષ ૬ ભાગમાં વહેંચાયેલો છે.  આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ અવસરે પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પુર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર અનીતાબેન ગૌસ્વામી, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, મીનાબેન પારેખ, પુનાના ભારતીય જૈન સંગઠન રાજકોટના પ્રતિનિધિ દર્શનાબેન પંડયા, સરોજીની નાયડુ સ્કૂલના આચાર્ય સોનલબેન ફળદુ, તેમજ વર્કશોપમાં ભાગ લેનાર ધોરણ-૧૨ની ૫૫ વિદ્યાર્થીનીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:31 pm IST)