Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય.... શાળાએ મૂકવા જવાનું તોય ન ચૂકયા

રાજકોટઃ ચોમાસાની ઋતુએ રંગ જમાવ્યો છે. કયારેક ધીમી ધારે અને કયારેક તંગી ધારે વરસતા મેઘરાજાની સીધી અસર જનજીવન પર પડી છે. વરસાદ હોય કે ન હોય, રોજીંદી જરૂરી પ્રવૃતિ રોકી ન શકાય. આજે સવારે એક દંપતિએ પોતાના દીકરાને શાળાએ મૂકવા જવા માટે સજોડે સ્કુટરમાં છત્રી લઇને જવાનો વિકલ્પ અપનાવ્યો હતો. રોજ માવતર પોતાના સંતાનોને લાગણીથી ભીંજાતા હોય છે પણ વરસાદમાં ભીંજાઇ નહિ એની કાળજી રાખે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:30 pm IST)