Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આજે રાત્રે સુર્યનો કર્ક રાશિમાં પ્રવેશ

વિવિધ રાશિના જાતકો પર થનારી અસર-આડ અસર જાણો

અખુટ ઉર્જાનો ભંડાર એવો સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યો છે. ૧૬ જુલાઇ સોમવારે રાત્રે ૧૦ વાગીને ૪૦ મીનીટે સુર્ય પોતાના મિત્ર ચંદ્રની રાશી કર્કમાં ગોચર કરવાનું શરૂ કરશે. સંક્રાતિમાં  પહેલી ૩૦ ઘડી પુણ્યકાળ હોય છે સુર્યદેવ ગઇ સંક્રાંતિથી ૪ વાર, પન ક્ષત્ર સાથે ૩૦ મુહુર્તી થઇને કર્ક રાશિમાં પ્રવેશી રહ્યા છે.

ઙ્ગસુર્યના રાશિ પરિવર્તનનો વિભીજા રાશિઓ પર પ્રભાવ

*મેષઃ ચોથા ભાવમાં સૂર્યના ગોચર કરવાથી વાહન, મકાન વગેરે પર બિન જરૂરી ખર્ચ થાય અચાનક પ્રવાસ થાય વિચારીને કરેલા કામોમાં પ્રગતિ થાય.

*વૃષભઃ ત્રીજા ભાવનો સૂર્ય પરાક્રમ અને આત્મબળમાં વુધ્ધિ કરશે અને નવા મિત્રો બનાવશે. વેપાર-નોકરીમાં કેટલીક બાધાઓ આવી શકે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા મજબૂતી આવશે. બોલચાલ માં કાબુ રાખવો.

*મિથુનઃ બીજા સ્થાનનો સૂર્યથી પરિવારની સામુહીક પ્રગતિ થઇ શકે છે કેટલાક લોકોના સંબંધમાં ભંગાણ થઇ શકે. આવક-જાવકના પલ્લા સમતોલ રહેશે. માનસિક સ્થિતિમાં અસમાનતા રહેશે.

*કર્કઃ લગ્ન સ્થાનનો સૂર્ય આ આર્થિક સ્થિતિનું નિદાન કરશે અને કેરીયરમાં સ્થિરતા આવશે. વેપારમાં ગ્રાહકોમાં વધારો થશે અને નવા સંબંધોનો લાભ મળશે. ઘર-ગૃહસ્થીમાં વાતાવરણ સુખદ રહેશે.

*સિંહઃ ૧૨માં સ્થાનનો સૂર્ય કેટલાક લોકોને અનિદ્રાની તકલીફ ઉભી કરશે. આંખોની ખાસ દેખભાલ રાખવાની જરૂર છે. આર્થિક સ્થિતિ મજબુત બનશે. ધંધામાં પ્રગતિ થશે. જવનસાથી સાથે મધુર પળો વિતશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

*કન્યાઃ ૧૧માં ભાવમાં સૂર્યના રહેવાથી સામાજીક કાર્યોમાં ખોટા ખર્ચ થાય. નોકરીમાં બોસ સાથે ટકકરની સ્થિતી ઉભી થાય. નવા સંબંધો સમજી વિચારીને વધારવા. વાહન બાબતે સાવધાની રાખવી. ધન લાભની શકયતા છે.

*તુલાઃ દશમ ભાવમાં સૂર્યના ગોચર કરવાથી પદ, પ્રતિષ્ઠામાં લાભ થશે. તથા સામાજીક કાર્યોથી ફાયદો થશે. નવા લોકોને કામમાં પ્રગતિ થશે. મન પ્રફુલ્લિત થાય તેવું કંઇક બનશે. વૃધ્ધ લોકોએ ચિંતન કરવું જરૂરી છે.

*વુશ્વિકઃ નવમાં ભાવમાં સૂર્યના રહેવાથી કેરીયરમાં પ્રગતિ થશે. તથા પિતા સાથે સંબંધો મધુર બનશે. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે આ સમય ઉતમ છે. ભાગ્યમાં મજબૂતી આવશે જેથી રોકાયેલા કાર્યો આગળ વધશે. શોધકો, વિદ્યાર્થીઓ માટે સમય અનુ કૂળ રહેશે.

*ધનઃ સૂર્ય આઠમાં ભાવમાં રહેવાથી કેટલાક લોકોના ગુપ્ત સંબંધો જાહેર થશે. ગુઢ વિષયોના અભ્યાસ તરફ મન થશે. સાહસ અને પરાક્રમમાં ઘટાડો થશે. આત્મવિશ્વાસ ઘટશે. સલાહ સૂચનો લઇને જ કામ કરવું સારૂ રહેશે.

*મકરઃ સાતમાં ભાવનો સૂર્ય કેટલાક લોકોના દામ્પત્ય જીવનમાં ખલેલ પહોંચાડે તેવી શકયતા છે જેના લીધે પરીવારમાં ખટરાગ થઇ શકે. વાણી પર નિયંત્રણ રાખવું અને સમયનો દુરૂપયોગ ન કરવો.

*કુંભઃ છઠ્ઠા સ્થાને સૂર્ય હોવાથી રોગ હાવી થઇ શકે છે. ઉપરાંત નકામા કામોના કારણે મનમાં ચીડીયા પણું રહેશે. કાર્ય-યોજનાઓમાં મુશ્કેલી આવે પરિવારની કચકચથી કયાંક દુર જવાનું મન થાય. પુસ્તકીયા કીડા બનવા કરતા વ્યવહારૂ બનવા પર ભાર દેવાની જરૂર.

*મીનઃ પંચમ ભાવનો સૂર્ય માનસિક ઉર્જામાં વધારો કરશે તથા પરાક્રમ અને સાહસમાં વુધ્ધિ થશે. રોજગારમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. જેથી પરીવારમાં ખુશહાલી રહેશે. ભાઇ પક્ષની મદદ ની શકયતા છે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુંમાં સફળતા મળશે.

(4:29 pm IST)