Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

લોઠડા પાસે ખાણમાં ન્હાવા પડેલા બિહારના રાહુલ પાસવાનનું ડૂબી જતાં મોત

પંદર દિવસથી બિહારી સગીર રાજકોટ ફરવા માટે આવ્યો'તો

રાજકોટ, તા. ૧૬ : લોઠડા ગામ પાસે પાણી ભરેલી ખાણમાં ન્હાવા પડેલા બિહારી સગીરનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ લોઠડા ગામમાં રહેતા મિત્રના ઘરે છેલ્લા પંદર દિવસથી આવેલો બિહારના પરમાનંદપુરનો રાહુલ જયનારાયણભાઈ પાસવાન (ઉ.વ.૧૫) ગઈકાલે મિત્રો સાથે લોઠડા ગામ નજીક આવેલી પાણી ભરેલી ખાણમાં ન્હાવા પડતા ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતું.

બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ બોસીયાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક રાહુલ પંદર દિવસ પહેલા રાજકોટ લોઠડા ગામમાં રહેતા તેના મિત્રના ઘરે રાજકોટમાં ફરવા આવ્યો હતો. આજે તે પરત બિહાર જવાનો હતો.

(4:09 pm IST)