Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વોર્ડ નં. ૧૨-૧૪-૧૬ ના ૬૦૦ વિસ્તાર માંથી ૯૫ ટન કચરાનો નિકાલ

 પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા પ્રથમ નિરિક્ષણઃ રાજકોટઃ મ્યુનિ કોપોશન દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હાથ ધરવામાં આવેલ વન ડે-થ્રી વોર્ડ અભિયાન અંતર્ગત આજે  રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૧૬ના ૧૩૪ લતા-વિસ્તાર માંથી ૫૭ ટન, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧૨ ના ૧૮૦ વિસ્તારમાં ૨૦ ટન અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૧૪નાં ૨૭૬ લતા માંથી ૧૮૧ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં, માન. મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ. આજની આ કામગીરીમાં મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, પૂર્વ કોર્પોરેટર જે.ડી.ડાંગર, લીનાબેન રાવલ, ભરતભાઈ કુબાવત, પ્રવીણભાઈ કિયાળા, ડે. કમિશનર સી. કે. નંદાણી તથા ગણાત્રા, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર, સીટી એન્જી. એમ. આર. કામલીયા, એચ.યુ.દોઢીયા તથા સી.એન.પંડ્યા, નાયબ આરોગ્ય અધિકારી ડો. વીસાણી, નાયબ ૫ર્યાવરણ ઇજનેર ડી. યુ. તુવર, વી.એમ. જીંજાળા, પ્રજેશ સોલંકી તેમજ વોર્ડ નં.૧૨ના પ્રભારી ડો.પ્રદીપભાઈ ડવ, પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી સુરેશભાઈ રામાણી, મૌલિકભાઈ દેલવાડિયા, વોર્ડ નં.૧૪ના પ્રભારી નીલેશભાઈ જલુ, પ્રમુખ અનિષભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતરીયા તથા વોર્ડ નં.૧૬ના પ્રભારી ભુપતભાઈ બોદર, પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગોસ્વામી, ભાર્ગવભાઈ મ્યાત્રા, જીણાભાઇ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૯)

(4:05 pm IST)