Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રૂ. ૭.પ૦ લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ, તા. ૧૬ : ચેક પાછો ફરતા ફરીયાદ થતા અદાલતે આરોપી ઉપર સમન્સ કાઢી હાજર થવા હુકમ કરેલ હતો.

રાજકોટ, તા. ૧૬ : ચેક પાછો ફરતા ફરીયાદ થતા અદાલતે આરોપી ઉપર સમન્સ કાઢી હાજર થવા હુકમ કરેલ હતો.

આ કેઇસની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ ફરીયાદી નિલેશભાઇ પરસોતમભાઇ સંખાવરા પાસેથી રાજકોટમાં રહેતા ત્હોમતદાર લલીતભાઇ ધનેશ્વરભાઇ ગોસ્વામીએ મિત્ર સબંધના નાતે કટકે કટકે રકમ હાથ ઉછીની લીધેલ જેનો હિસાબ કરતા ફરીયાદીના ત્હોમતદાર પાસે રૂ. ૭,પ૦,૦૦૦/- બાકી નીકળતા હતાં.

આ અંગે ત્હોમતદારે નોટીસ મેજી. સમક્ષ લખાણ કરી આપેલ અને ફરીયાદીની સદરહું લેણી રકમ તેઓ તા. ૧પ-૧ર-ર૦૧૭ના રોજ ચૂકવી આપશે તેવું ત્હોમતદારે ફરીયાદીને વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ. ત્યારબાદ ત્હોમતદારે આપેલ સમય પૂરો થતા ફરીયાદીએ તેની લેણી રકમની ત્હોમતદાર પાસે ઉઘરાણી કરતા ફરીયાદીની સદરહું લેણી રકમ અન્વયે ત્હોમતદારે રૂ. ૭,પ૦,૦૦૦/-નો ચેક આપેલ.

ઉપરોકત ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા સદરહું ચેકના નાણા ફરીયાદીને વસુલ મળેલ નહીં અને સદરહું ચેક અપૂરતા ફંડના શેરા સાથે પાછો ફરેલ.

આ અંગે ફરીયાદીએ ત્હોમતદારને રજી.એ.ડી.થી નોટીસ આપી ચેકમાં જણાવેલ ફરીયાદીની લેણી રકમ કાયદાકીય સમય મર્યાદામાં ચૂકવી આપવા તાકીદ કરેલ જે નોટીસ આ કામના ત્હોમતદારને મળી જવા છતાં આ ત્હોમતદારે અમો ફરીયાદીની લેણી રકમ વસુલ આપેલ નહીં કે, વસુલ આપવા કોઇ દરકાર કરેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. એચ.એન. વસવેલીયાની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ વિગેરે મુજબ ફરીયાદ દાખલ કરતા કોર્ટે ત્હોમતદારને કોર્ટમાં હાજર થવા ફરમાન કરેલ છે.

આ કેઇસમાં ફરીયાદી નિલેશભાઇ શંખાવરા વતી રાજકોટના એડવોકેટ અરવિંદભાઇ રામાવત, રાજુભાઇ દુધેરજીયા તથા અશ્વિનભાઇ રામાવત રોકાયેલ છે. (૮.૧૮)

(4:04 pm IST)