Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

એક લાખ ર૦ હજારનો ચેક રિટર્ન થતાં ભાટી કન્ટ્રકશનના માલીક સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૬ :.. મધ્ય પ્રદેશના મહુ તાલુકાના કિશનગંજ મુકામે મે. ભાટી કન્સ્ટ્રકશન એન્ડ જોબવર્કના નામે ધંધો કરતા આરોપી સંજય ભાટી જે ફરીયાદીના મિત્ર હોય, આરોપીઓ સૌરાષ્ટ્રમાંથી ખરીદ કરેલ ઇન્ડોનેશીયન સ્ટીમની રકમ ચૂકવવામાં ઘટતી રકમ રૂ. ૧,ર૦,૦૦૦ ફરીયાદી પાસેથી મધ્ય પ્રદેશ જઇ મોકલી આપવા વચન આપી લીધેલ રકમ પરત કરવા ઇસ્યુ કરી આપેલ ચેક પરત ફરતા મે. ભાટી કન્સ્ટ્રકશન તથા તેના પ્રોપરાઇટર સંજય ભાટી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરતા આરોપીઓને અદાલતમાં હાજર રહેવા અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, રાજકોટ મુકામે રૈયાનાકા ટાવર પાસે હરેશ ટ્રેડર્સના નામે ધંધો કરતા ફરીયાદી વિપુલ રસીકભાઇ કેસરીયાએ મધ્ય પ્રદેશના મહુ તાલુકાના કિશનગંજના રહીશ અને મે. ભાટી કન્સ્ટ્રકશન એન્ડ જોબવર્કના નામે ધંધો કરતા સંજય ભાટી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ કે, તહોમતદાર ફરીયાદીના મિત્ર હોય, તહોમતદાર સૌરાષ્ટ્રમાં ઇન્ડોનેશીયન સ્ટીમ કોલ ખરીદ કરવા અવારનવાર આવતા તે વખતે ફરીયાદીને મળતા અને એકવાર પેમેન્ટ કરવામાં આરોપીને રકમ રૂ. ૧,ર૦,૦૦૦ ઘટતા મધ્ય પ્રદેશ જઇ રકમ મોકલી આપવા હરેશ ટ્રેડર્સના પ્રોપરાઇટર ફરીયાદી વિપુલભાઇ પાસેથી રકમ રૂ. ૧,ર૦,૦૦૦ મિત્રતાના સબંધના દાવે લઇ બાદમાં તે રકમ પરત કરવા તહોમતદારે મધ્ય પ્રદેશ જઇ ફરીયાદી પેઢી જોગનો ચેક ઇસ્યુ કરી આપી ચેક મોકલતી વખતે પરત ફરશે નહી, તેવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદી પેઢીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી સંજય ભાટી તથા મે. ભાટી કન્સ્ટ્રકશન એન્ડ જોબ વર્ક વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી રજૂઆત કરેલ કે, આરોપીએ સબંધના દાવે નાણા મેળવી તે પરત ન કરી, રકમ પરત ચુકવવા આપેલ ચેક આપી તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજૂઆતો  ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી વિપુલ કેસરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દૂધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતાં. (પ-૩૦)

(4:03 pm IST)