Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

શહેર ભાજપ દ્વારા એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી સંતોષનું સ્વાગત

રાજકોટ, તા. ૧૬ :. સોમનાથ ખાતે ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારીણી બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજી પધારી રહ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કર્યુ હતુ.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેઓનું બુકે અને શાલથી સન્માન કરવામાં આવ્યુ હતું. ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રબંધક તરીકે શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ સાથે રહ્યા હતા.(૨-૧૬)

(3:57 pm IST)