Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહિલા સ્વીમીંગ પુલમાં સભ્યપદ નોંધાવવા બહેનોને બંછાનિધિ પાનીની અપીલ

રાજકોટ, તા. ૧૬ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં. ૯ના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં નિર્માણ પામેલ મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્વીમીંગ પુલમાં સભ્યપદ નોંધાવવા બહેનોને બંછાનિધિ પાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  શહેરના સાધુ વાસવાણી રોડ નજીક મહિલા સ્નાનાગાર શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. આ મહિલા સ્નાનાગાર ખાતે મહિલા તથા બાળાઓ સભ્યપદ મેળવી શકશે. આ માટે ઓન લાઇન રજી. તા. ૧૬ જુલાઇથી મહાનગરપાલિકાની વેબ સાઇટ www. rmc.gov.in પર પ્રારંભ થયો છે. આ સ્નાનાગારમાં સવારે ૬ થી ૪પ જાણકાર સભ્યો, ૭ થી ૭.૪પ જાણકાર સભ્યો, ૮ થી ૮.૪પ શિખાઉ સભ્યો, ૯ થી ૯.૪પ શિખાઉ સભ્યો, બપોરે ૩ થી ૩.૪પ શિખાઉ સભ્યો, ૪ થી ૪.૪પ શિખાઉ સભ્યો, પ થી ૪.૪પ જાણકાર સભ્યો, પ થી ૪.૪પ જાણકાર સભ્યો ૬ થી ૬.૪પ સુધી જાણકારી સભ્યોની બેંચ રહેશે. તેમ તંત્રની દીમાં જણાવાયું છે.(૮.ર૧) 

(3:45 pm IST)