Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

શહેરીજનોએ વરસાદી પાણીના નિકાલ માટે જાળી ન ખોલવીઃ બંછાનિધી પાનીનો અનુરોધ

રાજકોટ, તા.૧૬: રાજકોટ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેની ક્ષમતા મુજબ શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ મારફત વરસાદી પાણીના તાત્કાલિક ધોરણે નિકાલ થતો હોય છે. વધુ વરસાદના સંજોગોમાં કેટલાક ભાગમાં થોડા સમય માટે કામ ચલાઉ ધોરણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો તેવા સંજોગોમાં કોઈપણ નાગરિકે ગટર અથવા વરસાદી ગટરના ઢાંકણ કે જાળીયા ખોલીને વરસાદી પાણીના નિકાલ કરવાનો પ્રયત્ન નકમા મુનિ. કમિશ્રર બંછાનિધી પાનીએ અનુરોધ કર્ર્યો છે. આ અંગે મ્યુનિ. કમિશ્રને સત્તા યાદીમાં જણાવ્યું છે કે,  મેઈન હોલના ઢાંકણ કે વરસાદી જાળીયા ખુલ્લા રહી જવાના સંજોગોમાં અકસ્માત કે જાનહાનિ થવાની શકયતા રહે છે. ભારે વરસાદી પાણીના નિકાલ માટે નજીકની વોર્ડ ઓફીસ કે ઝોન કચેરીનો રૂબરૂ અથવા   સંપર્ક કરવા  જણાયું છે.

જયુબીલી કન્ટ્રોલ રૂમનો ફોન નં (૦૨૮૧ ૨૨૨૮૭૪૧) તથા કોલ સેન્ટરનો ફોન નં(૦૨૮૧ – ૨૪૫ ૦૦૭૭).(૨૨.૨૦)(૨૨.૧૦)

(3:45 pm IST)