Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાજપ દ્વારા પ્લાસ્ટીક મુકત અભિયાન રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં કરાવાયો પ્રારંભ

શહેરના તમામ વોર્ડની મુખ્ય માર્કેટોમાં કાપડની થેલીનું કરાશે વિતરણ : વોર્ડ નં.૧ ના ગંગેશ્વર મંદિર એસ.કે. ચોક, વોર્ડ નં. ર ના બજરંગાડી મેઇનરોડ, વોર્ડ નં.૩ ના જંકશન પ્લોટ, વોર્ડ નં. ૪ ના ભગવતીપરા, વોર્ડ નં. પ ના ગોવિંદબાગ, વોર્ડ નં. ૬ માં સંજયનગર, વોર્ડ નં. ૭ માં લાખાજીરાજ ધર્મેન્દ્રરોડ, વોર્ડ નં. ૮ માં લક્ષ્મીનગર શાકમાર્કેટ, વોર્ડ નં. ૯ માં સાધુવાસવાણી રોડ, વોર્ડ નં. ૧૦ માં પુષ્કરધામ મેઇનરોડ, વોર્ડ નં. ૧૧ માં વિશ્વેશ્વર મંદિર, વોર્ડ નં. ૧૨ માં મવડી મેઇન રોડ, વોર્ડ નં. ૧૩ માં રામનગર, વોર્ડ નં. ૧૪ માં ગુંદાવાડી, વોર્ડ નં. ૧૫ માં ગંજીવાડા, વોર્ડ નં. ૧૬ માં હુડકો, વોર્ડ નં. ૧૭ માં, વોર્ડ નં. ૧૮ માં શ્રધ્ધા સોસાયટી ખાતે ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતીમાં હાથ ધરાશે પ્લાસ્ટીક મુકત અભિયાન : અભિયાનને સફળ બનાવવા કાર્યાલય મંત્રી અનિભાઇ પારેખ અને હરેશભાઇ જોષીનું સતત માર્ગદર્શન : અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા ૬૯ ઇન્ચાર્જ નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડે.મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, પૂર્વ મેયર જનકભાઇ કોટક, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધ્રુવ, પ્રદેશ યુવા ભાજપ મહમંત્રી નેહલ શુકલ, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર કશ્યપ શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા (૧૬.૮)

(3:44 pm IST)