Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મવડીની માર્કેટમાં દેખાતા નહિ...કહી બાલભવન પાસે નહેરૂનગરના મેમણ બંધુની બેફામ ધોલધપાટ

કેળાના ધંધાર્થી મોહસીન અને સલિમને અન્ય ધંધાર્થીઓ કરીમ, વસીમ સહિતનાએ વાત કરવા બોલાવી તૂટી પડ્યાઃ ધંધા ખાર કારણભુત

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ પર નહેરૂનગર-૫માં રહેતાં અને બજરંગવાડી શિતલ પાર્કમાં ફ્રુટની વખાર ધરાવતાં તેમજ મવડીની શાક માર્કેટમાં લારી રાખી કેળા વેંચતા બે મેમણ બંધુને ધંધા ખારને કારણે વાત કરવાના બહાને બાલભવનના ગેઇટ પાસે બોલાવી મુસ્લિમ શખ્સોએ બેફામ માર મારતાં સારવાર લેવી પડી છે.

નહેરૂનગર-૫માં રહેતો મોહસીન રફિકભાઇ કુંડલીયા (ઉ.૩૨) અને તેનો ભાઇ સલિમ રફિકભાઇ કુંડલીયા (ઉ.૩૪) રાત્રે પોતાની બાલભવન પાસે કરીમ મુસાભાઇ, વસીમ, મુસ્તાક સહિત દસ-બાર જણાએ લાકડી, પાટીયા, ઢીકા-પાટુનો માર મારતાં ઇજા થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચતા મોહસીનને દાખલ કરાયો હતો અને સલિમને પ્રાથમ્કિ સારવાર અપાઇ હતી.

મોહસીનના કહેવા મુજબ પોતે અને ભાઇ સલિમ મવડીની શાક માર્કેટમાં કેળાની લારી રાખીને ધંધો કરે છે. હાલમાં જ બંનેએ શિતલ પાર્કમાં વખાર પણ શરૂ કરી છે. આ કારણે કેળાના અન્ય ધંધાર્થી બજરંગવાડીના કરીમ મુસા, વસીમ મુસા અને અવેશ મુસાને ન ગમતાં તેણે મવડીમાં પોતાને કેળાની લારી રાખવાની ના પાડી દેતાં બોલાચાલી થઇ હતી. આ બાબતે મનદુઃખ હોઇ ગઇકાલે કરીમે ફોન કરી વાત ચીત કરવાના બહાને બાલભવનના ગેઇટ પાસે બંને ભાઇઓને બોલાવ્યા હતાં અને હુમલો કરી હવે પછી મવડીના માર્કેટમાં દેખાતા નહિ તેમ કહી ધમકી આપી ભાગી ગયા હતાં.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

 

(12:44 pm IST)