Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મોસમની મહેનત શરૂ...

મેઘરાજાએ  હેત વરસાવતાની સાથે જ જગતા તાત ગણાતા ખેડુતોએ મોસમની મહેનત શરૂ કરી દીધી છે. ખેડ કર્યા ઉપર પાણી વરસતા હવે ખુશનુમા ચહેરે વાવણી કાર્ય આરંભાયુ છે. અષાઢી બીજ આ માટે શુકનવંતી ગણાતી હોય આ દિવસથી જ મોટાભાગના વાડી ખેતરોમાં વાવણી કાર્ય શરૂ કરી દેવાયુ છે. બળદની જગ્યાએ હવે ટ્રેકટરોએ સ્થાન લઇ લીધુ છે. તસ્વીરમાં ટ્રેકટર અને આધુનીક ઓરણી જેવા ઓજારોની મદદથી વાવણી કાર્ય આટોપતા ખેડેતો અને અફાટ હરીયાળી લહેરાવવા સજજ ખુલ્લા ખેતરો નજરે પડે છે. (તસ્વીર : અશોર બગથરીયા)

(12:05 pm IST)