Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કાલથી ઉલ્કા વર્ષા : ડેલ્ટા-એકવેરીડ્સનો થશે વરસાદ

દુનિયાભરમા મધ્યરાત્રીએ નજરો જામશે : તા.૧૭,૧૯,૨૬,૨૯,૩૦ ની રાત્રીએ મહત્તમ ઉલ્કા વર્ષા : વાદળા વિઘ્નરૂપ ન બને તો કલાકમાં ૧૫ થી ૨૦ ઉલ્કાઓ વરસતો જોઇ શકાશે : ખગોળીય આનંદ લુંટવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૧૭ : ગત મે માસમાં દુનિયાભરના લોકોએ ઇટા - એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજરો નિહાળ્યા બાદ ફરી કાલથી 'ડેલ્ટા એકવેરીડ્સ' ઉલ્કા વર્ષાનો રોમાંચક આનંદ લુંટવાની તક મળશે. તેમ  ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયયાની એક યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે વિશ્વભરમાં ૧૭ મીથી ૩૦ મી જુલાઇ અને ઓગષ્ટના અમુક દિવસોમાં મધ્યરાત્રીએ ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કાઓ વરસતી જોઇ શકાશે. જો વાદળાનું વિઘ્ન વેરી ન બને તો તા. ૧૭, ૧૯, ૨૬, ૨૯, ૩૦ ના સૌથી વધુ ઉલ્કાઓ વરસતી જોવા મળશે. કલાકની ૧૫ થી ૨૦ ઉલ્કાઓ પડતી નીહાળી શકાશે.

આ ઉલ્કા વર્ષા માટે ધુમકેતુઓ કારણભૂત છે. સૌરભમંડળમાં એવકા પણ ધુમકેતુઓ છે કે જે પોતાના સુર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધુમકેતુઓનું સતત વિસર્જન થતુ રહેતુ હોવય છે. તેમાથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધુમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે ધુમકેતુ પાછળ વિસર્જીત થતા પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. વાયુઓ સાથે ઘર્ષના કારણે સળગી ઉઠે છે તે તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે જોવા મળે છે. તેને ફાયરબોલ, અગન ગોળા કે ઉલ્કા વર્ષા કહેવામાં આવે છે.કાલથી શરૂ થતાર ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કા વર્ષા રાજયભરના ખગોળપ્રેમીઓએ નિહાળવા જાથાના રાજય ચેરમેન જયંત પંડયા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(12:04 pm IST)