Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટમાં રૂ.૪૦૩ લાખના ખર્ચે બનેલ બી ડીવીઝન અને કુવાડવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

રાજકોટ-૧૫ જુલાઇ, રાજકોટના પેડક રોડ ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા રૂ.૧૯૮ લાખના ખર્ચે બનેલ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા રૂ.રપ૦ લાખના ખર્ચે કુવાડવા રોડ પર બનેલ પોલીસ સ્ટેશનનું  લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર પોલીસ સ્ટેશનનું નિરિક્ષણ કર્યુ હતું

         બી ડીવીઝન પોલીસ સ્ટેશન ૪૦૧૩.૪૯ ચો.મીમાં ફેલાયેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં પી.આઇ.રૂમ, વાયરલેશ રૂમ, લોકઅપ, પાસર્પોર્ટ રૂમ, વિશાળ પાર્કિગ, કોમ્પ્યુટર રૂમ, ફસ્ર્ટફલોરમાં ઇન્વેસ્ટીંગેશન રૂમ, લાયબ્રેરી, રેકર્ડરૂમ, સેકન્ડ ફલોર પર બેરેક,કીચન સહીતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

         તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે આવીજ સુવિધા ઉપલબ્ધ છે.સુવિધાયુકત પોલીસ સ્ટેશનના કારણે પોલીસ કર્મચારીઓને સુવિધાયુકત માહોલવાળું વાતાવરણ પ્રાપ્ત થશે.

         આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યશ્રીઓ ગોંવિદભાઇ પટેલ, શ્રીઅરવિદભાઇ રૈયાણી,શ્રી લાખાભાઇ સાગઠીયા, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત, કાર્યપાલક ઇજનેરશ્રી યુ.સી.કકકડ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જે.આર.જોષી સહીતના અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:47 am IST)