Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૨૦૨૨ સુધીમાં તમામને ઘરનું ઘર આપવા સરકાર કટિબધ્ધ : વિજયભાઇ

શહેરમાં અત્યાર સુધીમાં ૧૭,૫૦૦ પરિવારોને આવાસ અર્પણ : રાજકોટ મહાનગરપાલિકા, રૂડા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ પોલીસ વિભાગ સહિતના જુદા-જુદા ૧૭૬ કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયુ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરને રૂ. ૧૭૫ કરોડની માતબરની રકમના વિકાસ કામોની સોગાદ આપી છે. રાજકોટ આવેલા મુખ્યમંત્રીશ્રીએ આ રકમના વિકાસકામોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરનો ચારેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. હવે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીં આવતા લોકોને રાજકોટ રોટલા સાથે ઓટલો પણ આપ્યો છે. રાજકોટ આધુનિક, સ્માર્ટ સિટી બની રહ્યું છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિના જે. આચાર્ય ઉપસ્થિત રહેલ. તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા તેમજ કોર્પોરેટરશ્રીઓ, ભાજપના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી જણાવેલ કે, મહાનગરપાલિકા તેમજ રાજયની અન્ય કચેરીઓ દ્વારા રૂ.૧૭૬ કરોડના ખર્ચે જુદા જુદા પ્રોજેકટના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. જે પ્રતીતિ કરાવે છે કે, સતત કામ કરતી સરકાર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અનેક વિકાસ કર્યો કરી રહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં પોતાના ઘરનું ઘર મળે ઝુપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા લોકોને પાક્કા મકાન મળે તેવો સંકલ્પ કરેલ છે.

આ અવસરે મેયર બિના જે. આચાર્યએ જણાવેલ કે, રાજકોટ માટે આજનો યાદગાર દિવસ રહેશે. આજરોજ શહેરને સ્માર્ટ સીટી તરફ લઈ જવા સ્માર્ટ સીટી સમિટનું આયોજન કરવામાં આવેલ, તે ઉપરાંત રૂ.૧૭૬ કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા. 

રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવેલ. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે ચાવી તથા એપ્રેન્ટિસને નિમણુંક પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આજના કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી સહિતના મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રગટ્ય કરેલ જયારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ અને કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટની માહિતી આપેલ. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ. તેમજ હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારદર્શન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ કરેલ હતું.

(4:11 pm IST)